દાહોદ શહેર સહિત જીલ્લામાં ગતરોજ મોડી રાત્રીના સમયથી મેઘરાજાએ પુન: પધરામણી કરતાં જીલ્લામાં સર્વત્ર પાણી જોવા મળી રહ્યાં છે. દાહોદ જીલ્લામાં સૌથી વધુ વરસાદ ફતેપુરામાં 45મીમી પડ્યો હતો. ત્યારે સૌથી ઓછો વરસાદ ઝાલોદ અને દાહોદમાં 02 મીમી વરસાદ પડ્યો હતો. મેઘરાજાએ પુન: પધરામણી કરતાં ખેડુત મિત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા દાહોદ જીલ્લામાંથી ગાયબ થઈ ગયાં હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં. લોકો પરસેવે રેબઝેર થઈ ગયાં હતાં. ત્યારે ગતરોડ મોત્રી રાત્રીના સમયથી દાહોદ શહેર સહિત જીલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં જીલ્લામાં તમામ સ્થળોએ વરસાદી પાણી જોવા મળ્યાં હતાં. વરસાદ પડતાં લોકોને ગરમથી રાહત મળી હતો, તો બીજી તરફ મેઘરાજાની રાહ જોઈ રહેલા ખેડુત મિત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.
દાહોદ જીલ્લામાં સાંજના ચાર વાગ્યા સુધી કુલ 14.22 વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ ફતેપુરામાં 45 મીમી, ઝાલોદમાં 02 મીમી, લીમખેડામાં 16 મીમી, દાહોદમાં 02મીમી, ગરબાડામાં 09 મીમી, દેવગઢ બારીઆમાં 09મીમી, ધાનપુરમાં 13મીમી, સંજેલીમાં 18મીમી અને સીંગવડમાં 14મીમી વરસાદ પડ્યો હતો.
બીજી તરફ વરસતા વરસાદ વચ્ચે દેવગઢ બારીઆના કંજેટા ગામેથી પસાર થતી પાનમ નદીમાં પુરની સ્થિત સર્જાતા અચાનક આવેલ નદીના પુરમાં ત્યાંથી પસાર થતાં 03 લોકો પસાર થયાં હતાં. તે સમયે અચાનક નદીનું પુર આવતાં પુરમાં 03 લોકો ફસાતા બુમાબુમ મચી જવા પામી હતી. બુમાબુમના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં ત્યારે આ અંગેની જાણ સ્થાનીક પોલીસ તેમજ વહીવટી તંત્રને થતાં તેઓ પણ રેશ્ક્યુ ટીમની સાથે સ્થળ પર પહોંચી ગયાં હતાં અને રેશ્ક્યુ ટીમ દ્વારા ભારે જહેમત બાદ ત્રણેય વ્યક્તિઓને નદીના પુરમાંથી હેમખેમ રેશ્ક્યું કરી બહાર કાઢવામાં આવ્યાં હતાં.
દાહોદ જીલ્લાના ચાર વાગ્યા સુધીના વરસાદના આંકડો….
- તાલુકા વરસાદ મીમીમાં, ધાનપુર 45 મીમી, ઝાલોદ 02 મીમી, લીમખેડા 16 મીમી, દાહોદ 02 મીમી, ગરબાડા 09 મીમી
- દેવગઢ બારીઆ 09 મીમી, ધાનપુર 13 મીમી, સંજેલી 18 મીમી, સીંગવડ 14 મીમી, કુલ 14.32 મીમી નોંધાયો હતો.