દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે શિવરાત્રી મહાપર્વની શ્રદ્ધાળુઓએ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી

દાહોદ,

દાહોદ શહેરમાં પ્રથમ વખત નીલકંઠ મહાદેવ સમિતિ દ્વારા શિવજીની સવારી ઘામઘુમ થી શરનાઇના સુર, ઢોલ નગારા સાથે નિકળી હતી. શહેર ના રાજમાર્ગો પર જય ભોલેના નાદ ગુંજી ઉઠ્યું હતું.

બીજી તરફ દાહોદ શહેરમાં પરંપરાગત ચાલતા સિંધી સમાજ દ્વારા શિવરાત્રી મહાપર્વની અને ઉજવણી કરી હતી. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદ શહેરના ગોદી રોડ ખાતે આવેલ સિંધી સમાજ દ્વારા તેમજ સમગ્ર દાહોદના સિંધી સમાજ દ્વારા ગોદી રોડ ખાતે હાજર રહ્યા હતા. જ્યાંથી મહાશિવરાત્રી પર્વની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મહિલા પુરૂષથી લઈ વયોવૃદ્ધ તેમજ બાળકો આ શોભાયાત્રામાં જોડાયા હતા.

આજે મહાશિવરાત્રી પર્વની દાહોદ શહેર જિલ્લા વાસીઓએ અનેરી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી. આજે વહેલી સવારથી જ શહેરના શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન ભોલેનાથને રિઝવવા શ્રદ્ધાળુઓએ શિવલિંગ ઉપર બીલીપત્ર અબીલ ગુલાલ સહિત પૂજા અર્ચના ભગવાન ભોલેનાથને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. દાહોદ શહેરના ગોદી રોડ ખાતેથી નીકળતી શિવરાત્રીની ભવ્ય શોભા યાત્રા પરંપરાગત રીતે આજે પણ નીકળી હતી. જેમાં દાહોદ શહેરના સિંધી સમાજના ભાઈઓ-બહેનો વયોવૃદ્ધ તેમજ બાળકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા. જેમાં બમ બમ બોલેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ શોભા યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી દાહોદ શહેરમાં આવેલ ખાણ નદી ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાત્રિના સમયે સિંધી સમાજ દ્વારા ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ભંડારાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ ભંડારાનો લાભ લઈ પ્રસાદી મેળવવી હતી. દાહોદ શહેર સહિત જિલ્લાના તમામ મંદિરો બમ બમ બોલેના નાદ થી ગુંજી ઉઠ્યા હતા. શ્રદ્ધાળુઓએ આજે શિવરાત્રી પર્વ નિમિત્તે એક ટાણા ઉપવાસ કર્યો હતો.