
- દાહોદ શહેરમાં અબીલ,ગુલાલની છોળો વચ્ચે કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.
- દાહોદ શહેરમાં 157 જેટલી મોટી મૂર્તિઓ, તેમજ અન્ય 350 થી વધારે મળી 500 ઉપરાંત મૂર્તિઓનો વિસર્જન.
- નગરમાં ઠેર-ઠેર ડીજેના તાલે ધામધૂમથી શોભાયાત્રા નીકળી: વરસતા વરસાદમાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોખડે પગે હાજર રહ્યા.
- નગરપાલિકાની લેટ લતીફીના કારણે કૃત્રિમ તળાવના માર્ગ પર કાદવ કીચડ નો સામ્રાજ્ય: શહેરીજનો કંટાળ્યા.
દાહોદ, દાહોદ શહેર સહિત જીલ્લાભરમાં 10 દિવસના ભવ્ય અતિથ્ય બાદ વિઘ્નહતાંને શુક્રવારે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ગણપતિ બાપા મોરિયા ઘીના લાડુ ચોરીયાના નારા સાથે દાહોદ શહેર સહિત જીલ્લો ગુંજી ઉઠ્યું હતું. વિધ્નહર્તાના વિદાય વેળાએ આન-બાન-શાન અને અગલે બરસ તું જલ્દી આના નારા તેમજ ડીજેના કર્કશ અને તીવ્ર અવાજમાં શહેરીજનો ઝૂમી ઊઠ્યા હતા. તો શહેરના રાજમાર્ગો પર ઠેર-ઠેર શોભાયાત્રા દરમિયાન અબીલ ગુલાલની છોળ ઉડાડી ભારે હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના રાજમાર્ગો પર શ્રીજીની વિવિધ ઝાકીઓએ આકર્ષણ જણાવ્યું હતું. આ વખતે ઐતિહાસિક છાબ તળાવની પાછળ બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમા વિસર્જિત કરવામાં આવી હતી. જોકે, શ્રીજીની વિસર્જન વેળાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના મેં તો તું આ દાહોદ પોલીસ દ્વારા ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે આ વખતે પોલીસની ગાઈડલાઈન મુજબ 9 ફીટથી ઉંચી પ્રતિમાઓ નગરપાલિકા તેમજ એમજી રોડ પર જવા માટે પ્રતિબંધ ફરમાવ્યો હોવાથી મોટાભાગની મૂર્તિઓ બિરસા મુંડા ચોકથી સીધા કૃત્રિમ તળાવ જવાના રસ્તે વાળી દેવામાં આવી હતી. વિસર્જન સ્થળ પર પોલીસ તેમજ નગરપાલિકા દ્વારા સુરક્ષાની દ્રષ્ટિએ તળાવની ફરતે બેરીકેટિંગ કરી મસમોટી બે ક્રેન મારફતે ત્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે, વિસર્જન સ્થળને લઈ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલા વિવાદ બાદ પાલિકાની લેટ લતીફીના કારણે કૃત્રિમ તળાવ ફરતે હંગામી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ રસ્તા ઉપર માટી મેટલ નાખેલો હોવાથી વરસાદી માહોલમાં કાદવ કિચડનો સામ્રાજ્ય જોવા મળ્યો હતો. જેના પગલે શ્રીજીની વિસર્જન કરવા આવેલા શહેરીજનોને કાદવ કિચડવાળા સામ્રાજ્યમાં ખુપી-ખુપીને શ્રીજીનું વિસર્જન કરવામાં ભારે હાલાકીનો સામનો કર્યો હતો. જેના પગલે શહેરીજનો કંટાળ્યા હતા. જોકે, આ વખતે પોલીસની શ્રેષ્ઠ અને ઉમદા કામગીરીથી કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન સર્જાઇ હતી અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની સવારીઓનું વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું.