દાહોદ શહેરની સગીરાને યુવક ભગાડી જતાં પોલીસ ફરિયાદ

દાહોદ,દાહોદ શહેરમાંથી એક 17 વર્ષિય સગીરાને એક યુવક દ્વારા પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી ગયાંનું જાણવા મળે છે.

દાહોદ તાલુકાના અનાસ કોટડા ખુર્દ ગામે રહેતો રાકેશ ઉર્ફે રાજ ગુલાભાઈ ડામોરે ગત તા.26મી માર્ચના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક 17 વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ દાહોદ શહેર માંથી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.