દાહોદ,દાહોદ શહેરને સ્માર્ટ સીટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ત્યારે દાહોદને હવે સ્માર્ટ બનાવી રાખવા તેમજ સ્વચ્છતા જાળવી રાખવા માટે પાલિકા દ્વારા સાફ સફાઈનું કામ ખાનગી શ્રમીકો પાસે પણ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે દાહોદને સ્વચ્છ અને સુંદર બનાવી રાખવા માટે પાલિકા દ્વારા તેમજ સ્માર્ટ સીટી અંતર્ગત લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા શહેરની સાફ સફાઈની નિગરાની રાખવામાં આવી રહી છે. ત્યારે સ્ટેશન રોડ કસ્બા પાલિકા ચોક પડાવ ચોક જેવા વિસ્તારોમાં રોડ ઉપર ગંદકી ફેલાવતા લોકો હવે સ્માર્ટ સીટીના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા છે. ત્યારે સીસીટીવીના આધારે પાલિકા દ્વારા શહેરમાં ગંદકી ફેલાવતા લોકોને ઓળખી તેમની પાસેથી દંડ વસુલ કરાશે. જેથી શહેરમાં સ્વછતા જળવાઈ રહે તેમજ નાગરિકો રસ્તા તેમજ શહેરી મોહલ્લાઓમાં ગંદકી કરતા બંધ થાય.