દાહોદ શહેરમાં સાંજના સમયે આકાશમાં અદ્રશ્ય વસ્તુ દેખાતા હોવાનો વિડિયો વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો

દાહોદ,

તારીખ 2-2-2023 ના રોજ સાંજના 07:00 વાગ્યાના સમયગાળા દરમિયાન દાહોદ શહેરમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાહોદ શહેરના આકાશમાં ચાંદની બાજુમાંથી કોઈ અદ્રશ્ય વસ્તુ આસમાન તરફથી નીચે ઉતરતું દેખવા મળતા લોકોએ મોબાઇલમાં તે અદ્રશ્ય ચિત્રને પોતાના મોબાઈલમાં કેદ કરી કરી હતી અને તેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા દાહોદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જે રીતે વીડિયોમાં દ્રશ્યમાન થાય છે, તે રીતે આસમાનમાં રાત્રિના અંધારાના સમયમાં ચાંદની બાજુમાંથી એક સફેદ કલરનું ટ્યુબ લાકડીની આકાર વાળી કોઈક વસ્તુ છે તે જમીન ઉપર આવી રહ્યું હોય તેવો વિડીયો લોકોએ ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા તે હાલતો સોશિયલ મીડિયામાં વાયરલ થતો અદ્રશ્ય વાળો વિડિયો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે વાયરલ વીડિયોને લઈને લોકોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.