દાહોદ શહેરના પ્રસારણ નગર ખાતેથી એકજ રાત્રીમાં એક સાથે બે મોટરસાઈકલોની ચોરી થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી

દાહોદ,

દાહોદ શહેરના પ્રસારણ નગર ખાતે અનિલસિંહ માધુસિંહ જાદવ (રહે. જાલત, તા.જિ. દાહોદ) નાની અને પ્રસારણ નગર ખાતે રહેતાં અન્ય એક વ્યક્તિ મળી બંન્ને વ્યક્તિઓએ પોત પોતાની મોટરસાઈકલ આ વિસ્તારમાં લોક મારી પાર્ક કરી હતી. ત્યારે રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બંન્ને મોટરસાઈકલોનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે અનિલસિંહ માધુસિંહ જાદવે દાહોદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.