દાહોદ,
દાહોદ શહેરમાં આવેલ પ્રસારણ નગર અને ગારખાયા વિસ્તાર ખાતે વહેલી સવારે આવતું નગરપાલિકાના પાણીના સમયે પાણીના આવવાના સમયેજ વીજ પુરવઠો ખોરવાઈ જતાં અહીંના સ્થાનીક લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યાં છે. પાણીના આવવાના સમયેજ વીજળી ડુલ થઈ જતાં સ્થાનીક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
દાહોદ શહેરમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાના પાણીનો સમયે લગભગ વહેલી સવારેજ છે ત્યારે શહેરના પ્રસારણ નગર અને ગારખાયા વિસ્તારમાં પણ વહેલી સવારના સમયે પાણી પુરવઠો આપવામાં આવે છે આવા સમયે વહેલી સવારના સમયે પાણી ભરવા ઉઠતાં લોકો સમયસર પાણી ભરી લે તેવા ઉદ્દેશ્ય સાથે ઉઠતાં હોય છે અને પાણી આવે ત્યારે પાણી ભરતી વેળાએ અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે. આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. આ વિસ્તારમાં આમેય પાણી પુરવઠો ધીમો આવતો હોવાથી સ્થાનીકોને પાણી ભરવા માટે પાણીની મોટરનો ઉપયોગ કરવો હિતાવહ્ છે તેમાંય ખાસ કરીને પાણી પુરવઠો માત્ર ગણતરીની મીનીટોમાં જ બંધ કરી દેવાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે આવા સમયે છેલ્લા કેટલાંક સમયથી પાણી પુરવઠો ચાલતો હોય ત્યારે અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતો હોય છે અને સ્થાનીકો દ્વારા મોટર મારફતે પાણી ભરતા હોય છે ત્યારે આવા સમયે પાણી ભરવાની સમસ્યા વધુ વેઠવી પડે છે. આ વિસ્તારમાં પાણીનો ફોર્સ એટલો ધીમો હોય છે કે, મોટર વગર પાણી ભરી શકાતું નથી. મોટર હોય તોજ પાણી ખેંચાય છે. વહેલી સવારે પાણી આવવાના સમયેજ વીજ પુરવઠો ખોરવાતાં અહીંના લોકો સમયસર પાણી ભરી શકતાં નથી. વીજ પુરવઠો ખોરવાઈ જતાં અહીંના સ્થાનીક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને પગલે સ્થાનીકોમાં એમજીવીસીએલ પર ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે આવીજ રીતે જો એમજીવીસીએલ વીજ પુરવઠો બંધ કરતા રહેશે તો આવનાર દિવસોમાં પ્રસારણ નગર અને ગારખાયા વિસ્તારના લોકો એમજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ કરે તે નવાઈ નહીં. સ્થાનીક લોકોને એમ પણ કહેવું છે કે, વીજ પુરવઠો જાણી જોઈને બંધ કરી દેવામાં આવે છે તેવા આક્ષેપો પણ અહીંના સ્થાનીક લોકો કરી રહ્યાં છે. સમગ્ર મામલે જ્યારે પાણી પુરવઠો ચાલતો હોય ત્યારે તેવા સમયે વીજ પુરવઠો બંધ ન કરવામાં આવે તેવી લાગણી અને માંગણી અહીંના સ્થાનીક લોકોમાં ઉઠવા પામી છે.