દાહોદ શહેરના હાર્દસમાં M.G. રોડ પર ચોરીની ઘટના

  • તસ્કરોએ પોલીસ ચોકીની બિલકુલ સામેની ત્રણ દુકાનોને નિશાન બનાવ્યું.

દાહોદ,

દાહોદ શહેરના હાર્દસમાં એમજી રોડ પર પોલીસ ચોકીની તદ્દન નજીક તેમજ સામે આવેલી ત્રણ જુદી-જુદી દુકાનોમાં ગતરોજ ચોરીના મક્કમ ઇરાદે આવેલા અજાણ્યા તસ્કરોએ ત્રણેય દુકાનો મને નિશાન બનાવી હતી.જેમાં એક દુકાન માંથી કેમેરા તેમજ ડીવીઆર સિસ્ટમને સાથે તોડફોડ તેમજ છેડછાડ કરી રોકડ રકમ તેમજ નજીકની કરિયાણાની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ બાજુમાં આવેલી નૂર બેકરીમાં ધાબા પર બારીના સળિયા તોડી ઇમારતમાં પ્રવેશેલા તકરોએ બેકરીમાંના અંદર ત્રણ જુદા જુદા ગલ્લાઓ માંથી અંદાજે સવા લાખ ઉપરાંતના રોકડ રકમ પર હાથફેરો કરી નાસી છૂટતા ચકચાર મચી જવા પામી છે. રાત્રિના અંધારામાં પોલીસ પેટ્રોલિંગની વચ્ચે બેખોફ બની ચોરીના ઈરાદા સાથે એમજી રોડ તરફ આવેલા તસ્કરોએ પોલીસ ચોકીની બિલકુલ સામે બિન્દાસ પણે ચોરીની ઘટનાને અંજામ આપી રાત્રિના અંધારામાં છુમંતર થઈ ગયા હતા. પરંતુ દુકાનમાં ચોરી કરવા આવેલા તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના એમ.જી. રોડ પર આવેલી નુર બેકરી, ગુજરાત મશીનરી, તેમજ હકીમુદ્દીન ચલ્લાવાલાની કરિયાણાની દુકાનમાં ગટરો રાત્રીના દોઢ વાગ્યાના પોલીસની નાઈટ પેટ્રોલિંગની વચ્ચે બેખોફ બની ચોરીના ઈરાદા સાથે આવેલા તસ્કરોએ પોલીસ તદ્દન નજીક અને સામે આવેલી ત્રણેય દુકાનો પૈકી નૂર બેકરીના ધાબા પર આવેલી બારીની ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં દુકાનની સિલક ધાર્મિક ગલ્લો સહીત જુદા જુદા ચાર ગલ્લાઓમાંથી સવા લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરીને અંજામ આપી બાજુમાં આવેલી હકીમુદ્દીન ચલ્લાવાલાની દુકાનના ધાબા પર દરવાજો તોડી પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં નિષ્ફળ જતા તસ્કરો બાજુમાં આવેલી ગુજરાત મશીનરીની દુકાનમાં પ્રવેશ કરતા દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાઓમાં છેડછાડ કરી કેમેરા ફેરવી દીધા હતા. તેમજ ગલ્લામાંથી 1000 રૂપિયાની રોકડ રકમ ચોરી કરી હતી. જોકે, પરત ફરતા વેળાએ કરો કેમેરામાં કેદ થઈ ગયા હોવાનો એહસાસ થતાં કેમેરામાં લાગેલી ટીવી. તેમજ ડીવીઆર સિસ્ટમને તોડફોડ કરી દુકાનની ઉપર નાખી રાત્રિના અંધારામાં બિન્દાસ પણે ચોરીની ઘટનાને અંજામ આપી ભાગી જતા એક તરફ પોલીસને પડકાર ફેંક્યો છે. ત્યારે તારે બીજી તરફ પોલીસ ચોકીની તદ્દન નજીક ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. સાથે સાથે લોકોમાં ભયની સાથે ફફડાટનો માહોલ પણ જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બે વર્ષ પહેલાં પણ હકીમુદ્દીન ચલ્લાવાલાની દુકાનમાં તસ્કરોએ સોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં તસ્કરોએ 2020 માં હકીમુદીન ચલ્લાવાલાની દુકાનમાંથી રોકડ રકમ તેમજ કાજુ દ્રાક્ષ જેવા ડ્રાયફ્રૂટ તથા અન્ય કરિયાણાનું સરસામાન મળી 70,000 ની ચોરીની ઘટનાને અંજામ આપી ભાગી ગયા હતા. જેની ફરિયાદ પોલીસ ફોટા તે લખાવવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તે તસ્કરો પકડાયા નથી. ત્યારે આજે પૂન: એક સાથે ત્રણ દુકાનોને બિન્દાસ પણે નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી ભાગી છુટવામાં સફળ થયા છે. ત્યારે હાલ આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સંદર્ભે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.