દાહોદ,દાહોદ શહેરના ગોદીરોડ સાયકા એપાર્ટમેન્ટમાં રહેતા હુસેન મુસ્તફા ભાભરાવાલા કે જેઓ પ્રાઇવેટ નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને 30 3 2023 ના રોજ બપોરના 12 વાગ્યાથી ચાર વાગ્યાના અરસામાં તેમનો મોબાઈલ તેમના ઘરના બેઠક રૂમમાં તફળતીક્ષલ કંપનીનો મોબાઇલ મુકેલો હતો અને તે બીજા રૂમમાં જઈ ઊંઘી ગયા હતા અને ચાર વાગયે ઊઠીને બેઠક રૂમમાં આવીને જોતા તેમનો મોબાઇલ તેમને જોવા ન મળતા તેમના મોબાઈલ ઉપર ફોન કરતા તેમનો મોબાઈલ સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો. ત્યારે તેમના ઘરની બહાર જઈને જોતા બારી ખુલ્લી હતી અને નજીકમાં પીવીસી પાઇપમાં વાયર બાંધેલો હતો અને તેમનો બેઠક રૂમમાં મુકેલો મોબાઈલ બારીમાંથી પીવીસી પાઇપ વડે રૂમમાં અંદર ઘુસી કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમના બેઠક રૂમમાં ઘૂસ્યો હતો અને તેમના મોબાઈલમાં ઈયરફોન લાગેલો જે એરફોન સાથે બારી સુધી ખેંચીને ચોરી કરીને લઈ ગયો હતો. જે અંગેની ફરિયાદ ઈ એફ આઈ આર દ્વારા તારીખ 31 3 2023 ના રોજ નોંધાવવામાં આવી હતી અને જે બાદ દાહોદ બી ડિવિઝન પોલીસે તેમના મોબાઇલના ડોક્યુમેન્ટની ખરાઈ કરી અને હુસેન મુસ્તુફા ભાભરાવાલાનો તફળતીક્ષલ કંપનીનો મોબાઇલ જેની કિંમત 13,000 રૂપીયાના મોબાઈલની કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમના ઘરમાંથી ચોરી કરી હોવાની ફરિયાદ તારીખ 2-4-2023 ના રોજ નોંધાવતા બી ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે મોબાઈલ ચોરી અંગેનો ગુનો નોંધી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.