દાહોદ શહેરના ગોધરા રોડના સાંસીવાડમાં મંદિરમાં દર્શન કરવાની બાબતે બે પક્ષો વચ્ચે ધીંગાણું પોલીસ ફરિયાદ નોંધાઈ

દાહોદ,દાહોદ શહેરના ગોધરા રોડ સાસીવાડ ખાતે રહેતા ભારતીબેન ડાહ્યાભાઈ સાંસી તેઓ ગત તારીખ 25-4- 2023ના સવારના 7:30 વાગ્યાના સુમારે તેમના ઘરની બાજુમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તે વખતે તે મહિલાના કાકા સસરા ચીમનભાઈ મેવાતી તથા તેમનો છોકરો લખણ ચીમન મેવાતી પણ મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને તે વખતે ચીમનભાઈ મેવાતી એ તે મહિલાને કહ્યું હતું કે અમારા મંદિરમાં કેમ દર્શન કરવા આવ્યા છો, જેથી તે મહિલાએ જણાવ્યું હતું કે આ મંદિર તમારી માલિકીનું નથી. મારી પોતાની જમીન ઉપર બનાવેલું હોય જેથી મારી માલિકીનું છે, તેમ કહી તે મહિલા સાથે ઝઘડો તકરાર કરવા લાગતા કહ્યું હતું કે આ મંદિર સામૂહિક છે મંદિરમાં કોઈપણ માણસ દર્શન કરવા તેમજ પૂજા કરવા માટે આવી શકે છે. તેવું તે મહિલાએ જણાવતા આ બંને લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તે મહિલા સાથે ઝઘડો તકરાર કરવા લાગતા તે મહિલાએ બુમાબુમ કરતા તેમના પતિ ડાહ્યાભાઈ સાંસી અને તે મહિલાના જેઠ વિજયભાઈ સાંસી તેમજ તે મહિલાનો ભત્રીજો આનંદભાઈ સાંસી અને અમનભાઈ સાસી આ ચાર લોકો આવી જતા બંને પતિ પત્નીએ તે મહિલાને જણાવ્યું હતું. આ મંદિર અમારી માલિકીનું છે અહીંયા અમારા મંદિર હવે પછી બીજીવાર મંદિરે દર્શન કરવા આવશો નહીં તો જાનથી મારી નાખીશું તેમ કહી અપશબ્દો બોલી તેમના ઘર તરફ જતા રહ્યા હતા. ત્યારે તે મહાકાળી માતાજીના મંદિરમાં દર્શન કરવાની બાબતને લઈને બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાતા ગોધરા રોડ ખાતે રહેતી મહિલા ભારતીબેન ડાહ્યાભાઈ સાંસીએ એ ડિવિઝન પોલીસ મથક ખાતે ચીમનભાઈ મેવાતી અને લખનભાઈ ચીમનભાઈ મેવાતી વિરૂદ્ધ મારામારીનો ગુનો નોંધાવતા એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત બનાવ સંદર્ભે બંને પતી પત્ની સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.