દાહોદ શહેરના ગાંધી ચોક ખાતે બે આખલાઓના યુદ્ધના વચ્ચે TRB જવાનો આવી જતા ગંભીર ઈજાગ્રસ્ત બન્ને TRB જવાનોને સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળે છે

દાહોદ શહેર રાજમાર્ગો પર દિન પ્રતિ દિન આખલાઓનો આતંક વધી રહેલ છે. રખડતા આંખલાનું યુદ્ધ કોઈ દાહોદ શહેરમાં કોઈ નવાઈની વાત નથી. અને આડે દિવસે દાહોદ શહેરમાં રખડાતા બિનમાલિક આંખલાઓના ભયંકર યુદ્ધની વિડિઓ સોસીયલ મીડીયામાં વાયરલ થાય છે. દાહોદ શહેરના જાહેર રસ્તાઓ પર અચાનક જ ચાલી જતા આખલાઓના ભંયકર યુદ્ધમાં એક તરફ લોકોમાં ભય ઉભો થયો છે. ભય કેમ ના હોય આડે દિવસ દાહોદ શહેરની જનતાને આખલાઓના યુદ્ધમાં થતા વાહનોને નુક્સાન, રસ્તાઓ પર ચાલતા રાહદારીઓને નુકસાન, આવીજ એક વધુ ઘટના ગતરોજ દાહોદ શહેરના ગાંધીચોક ખાતે બનવા પામી છે. જેમાં ગાંઘી ચોક પર અચાનકજ ચાલી જતા બે આખલાઓના ભંયકર યુદ્ધમાં ગાંધી ચોક ખાતે ફરજ પર હાજર બે TRB જવાનો અડફેટમાં આવી જતા આખલાઓએ પોતાનું યુદ્ધ બંધ કરી TRB જવાનોને મારતા બન્ને TRB જવાનો ગંભીર ઈજાઓ પહોંચી હતી. TRB જવાનો પર આખલાઓએ હુમલો કરતા આસપાસના લોકો દોડી આવ્યા અને જેમતેમ TRB જવાનોને આખલાઓથી છોડાવી બન્ને TRB જવાનોને સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લાવવામાં આવ્યા. જ્યાં ઝાયડસ હોસ્પિટલના હાજર તબીબો એક તેઓની તાત્કાલિક સારવાર કરી હતી.