દાહોદ શહેરમાં આગામી 20 તારીખે નીકળનારી રથયાત્રા સંદર્ભે જાહેરનામુ બહાર પડાયું

દાહોદ, આગામી તા.20/06/2023ના રોજ દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર હોય, શહેરમાં વાહન વ્યવહારને અડચણ ન થાય અને રથયાત્રાના રૂટ ઉપર ટ્રાફીક નિયમન અસરકારક રીતે કરી શકાય તે માટે અધિક જીલ્લા મેજીટ્રેટ એ.બી.પાંડોરે એક જાહેરનામા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-33(1)(ખ) હેઠળ તા.20/06/2023 ના રોજ દાહોદ શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન રથયાત્રાને તથા વાહન વ્યવહારને કોઇ અડચણ ઉભી ન થાય તેમજ ટ્રાફીક નિયમન જળવાય રહે તે હેતુસર તા.20/06/2023 ના રોજ રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી જાહેરનામું ફરમાવેલ છે.

દાહોદ શહેર વિસ્તારમાં જેસાવાડા, ગરબાડા, ખંગેલા, કતવારા, પીટોલ (એમ.પી) તરફથી આવતી બસોને પડાવ બજારમાં થઇ સીધા બસ સ્ટેશન પર લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ એસ.ટી. બસો ડાયર્વટ કરી વાયા ગરબાડા ચોકડીથી રાબડાલ,ગોધરા રોડ જકાત નાંકાથી પરેલ-વનચેતના ત્રણ રસ્તા થઇ બસ સ્ટેશન જઇ શકશે તેમજ અન અધિકૃત રીતે મુસાફરી ભરી અવર-જવર કરતા વાહનો જેવા કે ખાનગી બસો,જીપ, ટેમ્પા, છકડા તથા અન્ય તમામ વાહનોને ચારેય બાજુથી દાહોદ બજારમાં પ્રવેશ કરી શકશે નહી આ રથયાત્રા પ્રોસેશન સરદાર (પડાવ) સર્કલ પાસેથી પસાર થાય ત્યારે ગરબાડા ચોકડી, નેતાજી બજાર, ગાંધી ચોક, હનુમાન બજાર તરફના માર્ગનો ઉપયોગ કરી શકાશે નહી.

આ રથયાત્રા પ્રોસેશન ગાંધી ચાક પાસેથી પસાર થાય ત્યારે સરદાર (પડાવ) સર્કલ, નેતાજી બજાર, કથીરીયા બજાર, હનુમાન બજાર, માણેકચંદ ચોક, ગૌશાળા તરફથી આવતા માર્ગનો ઉપયોગ કરી શકાશે નહી. આ રથયાત્ર પ્રોસેશન ગૌશાળા પાસેથી પસાર થાય ત્યારે સરદાર (પડાવ) સર્કલ, હનુમાન બજાર, મંડાવાવ સંર્કલ, ગાંધી ચોક તરફથી આવતા માર્ગનો ઉપયોગ કરી શકાશે નહી આ રથયાત્રા પ્રોસેશન મંફાવાવ સર્કલ પાસેથી પસાર થાય ત્યારે રળીયાથી રોડ, મંડાવાવ રોડ, આંબેડકર ચોક પડાવ રોડ તરફતી આવતા માર્ગનો ઉપયોગ કરી શકશે નહી આ રથયાત્રા પ્રોસેશન ઠક્કરબાપા ચોકડી પાસેથી પસાર થાય ત્યારે ચાકલીયા રોડ, માણેકચંદ ચોક, ગાંધી ચોક, જુની કોર્ટ રોડ તરફથી આવતા માર્ગનો ઉપયોગ કરી શકાશે નહી.

આ રથયાત્રા પ્રોસેશન આંબેડકર ચોક પાસેથી પસાર થાય ત્યારે ગડી ફોર્ટ, ચાકલીયા રોડ, માણેકચંદ ચોક, ગાંધી ચોક, સરસ્વતી સર્કલ રોડ તરથી આવતા માર્ગનો ઉપયોગ કરી શકાશે નહી આ રથયાત્રા પ્રોસેશન માણેકચંદ ચોક પાસેથી પસાર થાય ત્યારે બિરસામુંડા, નેતાજી બજાર, ચાકલીયા રોડ, ગાંધી ચોક તરથી આવતા માર્ગનો ઉપયોગ કરી શકાશે નહી આ રથયાત્રા પ્રોસેશન બિરસામુંડા ચોક પાસેથી પસાર થાય ત્યારે ગોધરા રોડ, સરસ્વતી સર્કલ, માણેકચંદ ચોક જનતા ચોક તરથી આવતા માર્ગનો ઉપયોગ કરી શકાશે નહી આ રથયાત્રા પ્રોસેશન જનતા ચોક પાસેથી પસાર થાય ત્યારે ગોધરા રોડ,એમ.જી. રોડ, બિરસામૂંડા ચોક ગાંધી ચોક તરથી આવતા માર્ગનો ઉપયોગ કરી શકાશે નહી.

આ હુકમ ધી મોટર વ્હીકલ્સ એકટ 1988 ની કલમ 112 (3) માં જણાવેલ વાહનો પોલીસ સુરક્ષાદળના વાહનો તથા આપાતકાલીન સેવાઓ સાથે સંકળાયેલ વાહનોને લાગુ પડશે નહી આ હુકમાનો ભંગ અથવા ઉલ્લઘંન કરનાર શખ્સ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 તથા મુંબઇ પોલીસ અધિનિયમની કલમ-135 મુજબ શિક્ષાને પાત્ર થશે.