
દાહોદ,સરકાર એક તરફ ચૂંટણી સમયે મોટા મોટા હોર્ડિંગો મારી પાણીની સહુલિયત કરી આપી છે. કરોડો લોકોના ઘરે પાણી પીવાનું પહોંચ્યું છે. તેવા બેનરો થકી વિશ્ર્વાસ અપાય રહ્યા છે, પરંતુ બીજી બાજુ દાહોદ શહેરમાં પીવાનું પાણી નિયમિત મળતું નથી, તેવી બુમો પણ અનેકવાર ઉઠવા પામતી હોય છે. ત્યારે દાહોદ શહેરના સેફી મોહલ્લામાં છેલ્લા કેટલાય સમયથી લોકોના ઘરોમાં પીવાનું પાણી ગંદુ અને દુર્ગંધ મારતું આવી રહ્યું છે. અનેક વાર જનપ્રતિનિધિઓને રજુઆત કરી છે ટેલિફોનિક જાણકારી આપી છે પરંતુ તે સમસ્યાનું નિરાકરણ લાવવાની જગ્યાએ જનપ્રતિનિધિ ફોન ઉપર જણાવે છે કે થઈ જશે હું કરાવી દઉ છું તેવા વાયદા વચનો અપાઈ રહ્યા છે. એક તરફ મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમજાન માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ સેફી મોહલ્લામાં રહેતા રહીશના ઘરે પીવાનું પાણી પાલિકા દ્રારા પહોંચાડવામાં આવે છે તે પાણી છેલ્લા કેટલાય સમયથી ગંદુ અને દુર્ગંધ મારતું આવે છે. જયારે આ સમસ્યાનું નિરાકરણ કરવાની જગ્યાએ જનપ્રતિનિધિ પણ ફોન ઉપર સ્થાનિક રહીશને થઈ જશેનો દિલાસો આપી રહ્યા છે, પરંતુ થતું નથી તે તો હકીકત છે અને પાલિકા આવું ગંદુ પાણી પીવડાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું પણ જણાઈ રહ્યું છે. ત્યારે બીજી બાજુ કરોડો રૂપિયાના ખર્ચે તેજ વિસ્તારમાં ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન જોડાણના કામો કરવામાં આવી રહ્યા છે, તે પણ ઘોટાળા વાળા હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે કારણ કે જે પદ્ધધીતીથી ગટરનું જોડાણનું કામ થવું જોયે તે જોવા મળતું નથી. માત્ર ત્યાં પણ ઉપર ઢાંકણા બેસાડી અને કામગીરી પૂર્ણ કરાઈ હોય તેમ લાગી રહ્યું છે. જે પ્રમાણે સરકારના ધારાધોરણ મુજબ કામગીરી કરવા માટે કોન્ટ્રાક્ટરોને કામો સોંપવામાં આવે છે તે પ્રમાણે કામો તો કરાતાજ નથી. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ ભુગર્ભ ગટર ના હાઉસ કનેક્શન માટેનું જોડાણ છે, તેને પણ માત્ર લીપા પોથી કરવા માટે મુકી દેવાયું હોય તેને લઈને પણ રહીશોએ વિરોધ ઉભો કર્યો છે. ત્યારે આ વિસ્તારમાં પાલિકાના વોટર સપ્લાયના અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ અહીંયા પીવાના પાણીની સમસ્યા છે તેને દૂર કરવી જોઈએ ગંદુ પાણી ક્યાંથી આવે છે. તેની કામગીરી કરવી જોઈએ માત્ર વચનો ના આપવા જોઈએ અને ભુગર્ભ ગટરના હાઉસ કનેક્શનોના જોડાણની કામગીરી ચાલે છે. તેનું પણ નિમાયેલા સુપરવિઝન અધિકારી દ્વારા સુપર વિઝન કરી અને રહીશોને વિશ્ર્વાસ બેસાડવો જોઈએ તેને લઈને સ્થાનિક રહીશ દ્વારા જે સેફી મોહલ્લામાંથી પીવાના પાણીની સમસ્યા અને ભુગર્ભ ગટર હાઉસ કનેક્શન જોડાણ માટેની કામગીરીની બુમો ઉઠી છે, તેને ત્વરિત પણે પાલિકા દ્વારા નિકાલ કરવો જોઈએ.