દાહોદ શહેરમાં રાવળ સમાજના સ્મશાનના ડેવલપમેન્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

દાહોદ શહેર વોર્ડ નં-9 ના પડાવ વિસ્તારમાં 43 લાખ ના ખર્ચે રાવળ સમાજના મુક્તિધામનું ડેવલોપમેન્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

દાહોદ,દાહોદ શહેરમાં રાવળ સમાજની ખૂબ લાંબા સમયથી માંગણી હતી કે, દાહોદ શહેરના વોર્ડ નં.9માં આવેલ રાવળ સમાજનું સ્મશાન ડેવલપમેન્ટને ઝંખી રહ્યું હતું અને આ પડતર માંગણીને અને આગેવાનોની રજૂઆતોને ધ્યાને લઈ દાહોદ સ્માર્ટ સિટી દ્વારા આ કામને મંજૂરી આપતા આજે દાહોદ વનખંડી હનુમાન મંદિરની સામે આવેલ સ્મશાનના ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત દાહોદ નગર સેવા સદનના પ્રમુખ રીના પંચાલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ નગર પાલિકા પક્ષના નેતા રાજેશ શેહતાઈ, સુધીર લાલપુરવાળા, સંતોષબેન, ચંદ્રકાંતાબેન ધાનકા, દિપેશ લાલપુરવાળા, રાવળ સમાજના પ્રમુખ નગીનભાઈ તથા આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્ય શરૂ થતાં રાવળ સમાજના લોકોમાં ખુશી ની લહેર દોડી ગઈ હતી.