દાહોદ શહેરમાં રામનવમી નિમિત્તે શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નિકળી

દાહોદ,દાહોદ શહેરમાં આજે ભગવાન શ્રી રામજીની રામ નવમી નિમિત્તે ભવ્ય શ્રી રામ યાત્રા નીકળી હતી. શ્રી રામ યાત્રા સેવા સમિતિ તથા વિવિધ ધાર્મિક, સામાજીક, સાંસ્કૃતિક મંડળોના સહિયારા પ્રયાસથી શહેરના ઠક્કર ફળિયા સ્થિત રાજ રાજેશ્ર્વર મહાદેવ મંદિરથી શ્રી રામ યાત્રા નીકળી હતી. આ શ્રી રામ યાત્રામાં મોડી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયાં હતાં. જય શ્રી રામ.. જય શ્રી રામ.. ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ડી.જે., ઢોલ નગારાના તાલે શ્રધ્ધાળુઓ ઝુમી ઉઠ્યાં હતાં.

આજની રામ યાત્રા દાહોદ શહેર મા પાચમી યાત્રા હતી જેમાં ભકતો એ ભારે ઉમગ ઉત્સાહ થી જોડાયા હતાં અને અલગ અલગ જગ્યાએ થી આઠ થી દસ યાત્રા નીકળી હતી અને ઠકકર ફળિયા સ્થિત મંદિરે ભેગા મળીને લાંબી યાત્રા નીકળી હતી.

આ યાત્રાની શહેરના યુવા વર્ગ દ્વારા છેલ્લા કેટલાંય દિવસોથી ભગવાન શ્રી રામ યાત્રાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. આજે નીકળેલ ભગવાન શ્રી રામ યાત્રા દાહોદ શહેરમાં ભવ્ય શ્રી રામ યાત્રા નીકળી હતી. યાત્રાના રૂટને ભવ્ય ધજા પતાકાથી સણદારવામાં આવ્યો હતો. દાહોદમાં છેલ્લા ચાર વર્ષથી શ્રી રામ યાત્રા આયોજન સમિતિ દ્વારા રામ નવમીના દિવસે રામયત્રા કાઢવામાં આવે છે. આજરોજ આ શ્રી રામ યાત્રા દાહોદ શહેરમાં ભવ્ય નીકળી હતી. આ વર્ષે પાંચમી શ્રી રામ યાત્રા નીકળી હતી. શ્રી રામ યાત્રા ઠક્કર ફળિયાથી મંદિરેથી બપોરના ત્રણ વાગ્યાના આસપાસ નીકળી હતી. યાત્રા દરમ્યાન રથમાં બિરાજમાન ભગવાન શ્રી રામ મુર્તિ સાથે લક્ષ્મણજી, સીતાજી, હનુમાનજી ભવ્ય રામ દરબાર ગાળ બેન્ડ બાજા, ઢોલ નગારા સાથે શોભાયાત્રા દાહોદ શહેરમાં નીકળી હતી. આ શ્રી રામ યાત્રા ઠક્કર ફળિયા ચોક, બસ સ્ટેશન, સ્વામી વિવેકાનંદ ચોક, સરસ્વતી ચોક, રાત્રી બજાર, ભગીની સમાજ જ્યાંથી પરત ચાર થાંભલા થઈ રેલ્વે સ્ટેશન રોડ થઈ પુન: ઠક્કર ફળિયા મંદિરે પરત પહોંચી હતી. સાંજે આરતી બાદ શ્રી રામ યાત્રા પુર્ણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ હાજર રહ્યાં હતાં સાથે સાથે સંતો, મહંતો ઉપરાંત વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં શ્રી રામ યાત્રામાં જોડાયા હતાં. આ યાત્રામાં વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. સુંદર કિર્તન, અલગ અલગ પાત્રોની ઝાંખીઓ, બહારથી આવેલ કલાકારો, ડી.જે., ઢોલ નગારા, વિવિધ અખાડા વિગેરેએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.