દાહોદ શહેરમાં શહેરમાં બે દિવસ પહેલા તાજીયાના જુલુસ દરમ્યાન શહેરના ઓવર બ્રિજ પરથી તાજીયાનું જુલુસ પસાર થયું હતું. જેમાં ઓવરબ્રિજના રેલીંગ પરથી નજીકમાં આવેલ વીજ થાંભળા પરનો કરંટ પસાર થતાં તાજીયાના જુલુસ દરમ્યાન પાંચ બાળકોને કરંટ લાગ્યો હતો. સદ્નસીબેન કોઈપણ બાળકને કોઈ જાનહાની ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનીક એમજીવીસીએલના કર્મચારીઓને કરવામાં આવતાં યુધ્ધના ધોરણે વીજ લાઈનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.
તારીખ 17મી જુલાઈના રોજ તાજીયાનું જુલુસ દાહોદ શહેર માંથી નીકળ્યું હતું ત્યારે શહેરના ઓવરબ્રિજ પાસેથી તાજીયાનું જુલુસ નીકળતાં જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો તાજીયાના જુલુસમાં જોડાયા હતા. જેમાં મહિલા, બાળકો, વયો વૃધ્ધથી લઈ સમાજના લોકો તાજીયાના જુલુસમાં ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતા. તે સમયે ઓવરબ્રિજની નજીક આવેલ વીજ થાંભલાનો કરંટ ઓવરબ્રિજની રેલીંગ સાથે અથડાતા અહીંથી પસાર થતાં પાંચ બાળકોને વીજ કરંટ લાગ્યો હતો.
સદ્દ્નસીબેન કોઈપણ બળકને કોઈ જાનહાની ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો અને વીજ કરંટ લાગતાંની સાથે બાળકોને હેમખેમ સુરક્ષીત કરવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગેની જાણ સ્થાનીક કાઉન્સીલરને કરવામાં આવતાં કાઉન્સીલર સ્થળ પર દોડી ગયાં હતાં અને તેઓ દ્વારા દાહોદ એમજીવીસીએલને જાણ કરવામાં આવતાં એમજીવીસીએલના કર્મચારીઓ પણ દોડી આવ્યાં હતાં. એમજીવીસીએલના કર્મચારીઓએ યુધ્ધના ધોરણે આ વિસ્તારના વીજ લાઈનનું સમારકામ હાથ ધરી વીજ લાઈનને રીપેરીંગ કરવામાં આવી હતી.