- દિવસભર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ટ્રાફીક જામના દ્રષ્યો પોલીસ કામગીરી સામે ચાડી ખાય છે.
દાહોદ,દાહોદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન સાબિત થઈ રહી છે.આડેધડ પાર્કિંગ તેમજ રોંગ સાઈડ આવતા વાહનોના ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં વીણા સિરે ટ્રાફિકને નિયંત્રણ કરવાની જવાબદારી છે તે ટ્રાફિકના જવાનો, શહેર ટ્રાફિક પોલીસ, કઈ જગ્યાએ કામગીરી કરે છે તે સમજાતું નથી? આ તમામ પરિસ્થિતિઓને જોતા દાહોદમાં વાહન ચાલકો તેમજ રાહદારીઓ ઉનાળાના આંકરા તાપમા કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા દાહોદવાસીઓ માર્ટ સીટી દાહોદમાં પેદા થયા હોવાનું અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી તરફ ખાનગી વાહનોમાં ઘેટાં બકરા જોક પેસેન્જરો ભરી જતા હોય છે. પરંતુ પોલીસ આખા આડા કાન કરે છે કારણ કે તેવો સવારે બસ સ્ટેશન પર આવી ગાડીવાળા પાસે થી પોતાનો ટાર્ગેટ પૂરો કરવા આવી જાય છે. અને હપ્તા ઉઘરાવી જાય છે.તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે દાહોદ શહેર ફક્તને ફક્ત ટ્રાફીક બિગ્રેડના ભરોસે જેવો પોતાની જવાબદારી કે પોઈન્ટ પર કરવાની કામગીરીમા નિષ્ક્રિય હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.
દાહોદ શહેરમા વાહનોની સંખ્યા વસતીના પ્રમાણમાં વધુ પડતી હોય અને શહેરના માર્ગો પણ સાંકડા હોવાના કારણે શહેરમા ટ્રાફીક સમસ્યા એટલી જ્ટીલ બની ગઈ છે કે શહેર ના કોઈ પણ માર્ગો પર સામ-સામે વાહનો આવી જાય કે તુરત ટ્રાફીક જામ થઈ જાય છે. જેને લઈ રાહદારીઓની હાલત અત્યંત કફોડી બની જાય છે. જેના કારણે સાંકડા માર્ગો પર વાહનો ઓટલાના દબાણો બન્ને તરફ ટુ વ્હીલરોનો ખડકલો રહેતો હોય છે આવી સ્થીતી શહેરમા સાંકડા આવા ઘણાં માર્ગો ઉપર ઉંઘભવે છે. જેમ કે દાહોદ શહેરના દોલતગજ બજાર, હનુમાન બજાર,બહારપુરા પડાવ જેવી જગ્યા પર કાયમ ગમે તે સમયે નીકળો ટ્રાફીક જામ જ હોય છે. કારણ કે ટ્રાફીક જવાનો પોતાની મસ્તીમા જ મસ્ત રહે અને પોતાનો સમય પૂરો કરી રહ્યા છે.આ તમામ પાસાઓનો અભ્યાસ કરી પોતાની આગવી સૂઝથી ટ્રાફીક સમસ્યાને ઘટાડવાના ઉમદા હેતુ થી ટ્રાફીક ની સમસ્યા દૂર થાય તે હેતુ થી દાહોદ જીલ્લા પોલીસ વડા જાતે બસ સ્ટેશન થી પગપાળા ફરી માર્ગદર્શન આપ્યું હતું અમુક માર્ગો વનવેનો અમલ કરવો પડે તેવો ભાર મુક્યો હતો.પરંતુ તેનો અમલ દાહોદ પોલીસને કરવો નથી અને આખે આખુ દાહોદ ટ્રાફીક બિગ્રેડ ના ભરોસે ચાલે છે. જે ટ્રાફીક બિગ્રેડના જવાનો જાણે વગર ટ્રેનીગ આપ્યા વિના ભરતી કરી હોય તેવું જોવા મળી રહ્યું છે.કારણ પોતાના પોઈન્ટ કરતા બીજી તરફ અને પોતાની ડ્યૂટી ના સમય પર અને ટ્રાફીકના સમય પર મોબાઈલમા એક ખૂણામા વ્યસ્ત હોય છે. કોઈ નેતા આવવાના હોય ત્યારે અને કોઈ પોલીસના રાઉન્ડના સમયે દેખાડો કરવા ઉભા થઈ જાય છે. દાહોદ શહેર સ્માર્ટ સીટી બનવા જઈ રહુંયું છે. સરકાર દ્વારા વિવીઘ યોજનાઓના અમલના આયોજનો થઈ રહ્યા છે. ત્યારે એ વાત જરૂર યાદ આવે છે કે, દાહોદ શહેરમા ટુ વિલરો માટે ના પાલીકા દ્વારા બનાવેલ પાર્કિંગ સ્ટેન્ડ કેટલા શહેરના શાક માર્કેટ પાસેના હનુમાન મંદિર પાસેની જૂની ટ્રાફીક ચોકી, શાક માર્કેટ આગળની હાલમા દબાણો હટાવ્યા તે સમયે થયેલ ખુલ્લી જગ્યાનો સુ ઉપયોગ થાય છે. જ્યાં જોવો ત્યાં હાથલારી ઉપર ફ્રુટ શાકભાજી વાળાઓ અડ્ડો જમાવી બેઠા છે. ગાંઘી ચોક થી પડાવ તરફ વનવે જાહેર કર્યો છે. થ્રી અને ફોર વિલર વાહનોનો નિર્ધારિત સમય દરમ્યાન પ્રવેશ નિષેધનો અમલ કડક કરવામાં આવે અને જાહેરનામાનો ભગ કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તો રોડ પરની ટ્રાફીક સમસ્યા મહદઅંશે ઘટી જાય તેમાં કોઈ બે મત નથી .આ તમામ પાસાઓને ઘ્યાંને લઈ પાલીકા તમજ પોલીસ તંત્રએ સહીયારા પ્રયાસ હાથ ઘરી જ્ટીલ બનેલ આ ટ્રાફીક સમસ્યા ને ઉકેલવાની તાતી જરૂર છે. રાહદારી માટે બનાવેલ ફૂટપાથ પરના તમામ દબાણો હટાવી ફૂટપાથ ખાલી કરાવી જરૂરી છે. જેથી રાહદારીઓ ને અવર જવર કરવામાં રાહત રહે તો સૌ શહે્રીજનોનો સાથ અને સહકાર મેળવી ઉપરોક્ત બન્ને તંત્ર આ મુદ્દે ઉઠ્યા ત્યાંથી સવાર સમજી કામે વળગે તે જ સમયનો તકાજો છે.