દાહોદ, દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ જય ભવાની વડાપાઉંમાંથી ગ્રાહકે 6 પફની ખરીદી કરી હતી. આ 6 પફમાં ફુગ જોવા મળી હતી. એટલે ગ્રાહકે ફરિયાદ કરી હતી. દાહોદના ફુડ સેફટી ઓફિસર એ.પી.ખરાડી અને નગરપાલિકાના ફુડ સેફટી ઓફિસરે સ્થળ તપાસ કરી અને સેમ્પલ લેવાની કામગીરી હતી. જેમાં વીઝીબલ જોઈ શકાય તેવી ફુગ પફમાં જોવા મળી હતી. આ બાબતે એડજયુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર સમક્ષ કેસ દાખલ કર્યો હતો. જેમાં ચુકાદો આવી જતાં જય ભવાની વડાપાઉંના ફુડ બિઝનેલ ઓપરેટર એકતા કમલ સીંગએ ઈલસિંધાની અને જય ભવાની વડાપાઉંના માલિક હરમીત કોૈર કમલસીંગ એઈલસિંધાને બંનેને સંયુકત રીતે કુલ 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.