- પોલીસની રાત્રી પેટ્રોલીંગના ઘજાગરા ઉડાવી અને પરીક્ષામાં સઘન ચેકીંગની કામગીરીમાં વ્યસ્ત પોલીસને ચોરોની ./લપડાક
દાહોદ,દાહોદ શહેરમાં એક જ રાત્રિમાં એક સાથે નવ મકાનોના તાળા તૂટતા શહેરમાં હડકમ મચી જવા પામ્યો છે. નવ મકાનો માંથી અંદાજે લાખોની મત્તાની ચોરી થઈ હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં તસ્કરોએ આતંક મચાવતા જાણે ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
ગતરોજ મોડી રાત્રિના સમયે દાહોદ શહેરમાં આવેલ ત્રણ જેટલી સોસાયટીઓ જેમાં અક્ષર સોસાયટીના પાંચ મકાનોમાંથી, રાધે સોસાયટીના બે મકાનોમાંથી દ્રષ્ટિ સોસાયટીમાંના એક મકાનમાંથી અને અન્ય 1 સોસાયટી મળી કુલ નવ મકાનોમાં તસ્કરોએ હાથફેરો કરી મકાનના દરવાજાના લોક તોડી અંદાજે નવે મકાનનોમાંથી મળી લાખોની મત્તાની ચોરી કરી હોવાનું કહેવાય રહ્યું છે. દાહોદ શહેરમાં આવેલ અક્ષર સોસાયટી જે વૈભવી સોસાયટી તરીકે ઓળખાય છે. ત્યારે આવી સોસાયટીમાં ચોરી થતાં આશ્ચર્ય સાથે ચર્ચા નથી જવા પામ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ દાહોદ શહેરમાં પગ પેસારો કર્યો છે અને બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે. પોલીસની નાઈટ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે અને તસ્કરો જાણે પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેકી રહ્યા હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે નવ મકાનોમાં એક સાથે ચોરીઓ થતા સ્થાનિક રહીશોમાં રોષની લાગણી પણ ફેલાવવા પામી છે અને તસ્કરોને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે. સમગ્ર ઘટના સોસાયટીઓમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.