દાહોદ, દાહોદ જિલ્લામાં આંગણવાડી બહેનો દ્વારા પોતાની વિવિધ માંગણી સંદર્ભે દાહોદ શહેરમાં આંગણવાડી બહેનો દ્વારા એકદિવસ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું જેંમાં આંગણવાડી બહેનો દ્વારા બે દિવસનું હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા અગાઉ પણ અનેકવાર પોતાની વિવિધ પડતર માંગણી સંદર્ભે દાહોદમાં હડતાળ, ભુખ હડતાળ, કામકાજથી અળગા રહી અનેક આવા વિરોધ નોંધાવ્યાં હતાં. ભુતકાળમાં તેઓની માંગણીઓને સરકાર દ્વારા કોઈ ધ્યાને ન લેતાં પુન:એકવાર દાહોદ જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા દાહોદ શહેરના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે એક દિવસીય હડતાળ પર ઉતર્યા હતાં અને વૈજનાથ મહાદેવ મંદિર ખાતે આંગણવાડી બહેનો એકઠી થઈ હડતાળ ઉપર ઉતર્યાં હતા. ત્યારે આંગણવાડી બહેનોના જણાવ્યાં અનુસાર, સરકાર દ્વારા બજેટમાં કંઈ ન મળતાં અને આંગણવાડી બહેનોને કાયમી ન કરતાં આંગણવાડી બહેનોમાં નારાજગી વ્યક્ત થઈ રહી છે. આંગણવાડી બહેનો હવે લડી લેવાના મુડમાં છે. દાહોદની આંગણવાડી બહેનો દ્વારા હડતાળ ઉપર ઉતરી ત્યાર બાદ પોતાની વિવિધ માંગણી સંદર્ભે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે ત્યારે દાહોદ જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા અવાર નવાર રેલીઓ, હડતાળ ઉપર ઉતરી પોતાની વિવિધ માંગણી સરકાર સમક્ષ રજુઆત કરતાં આવ્યાં છે પરંતુ આજદિન સુધી સરકાર દ્વારા આંગણવાડી બહેનોની માંગણી ધ્યાને ન લેતાં આવનાર દિવસોમાં લડત ચાલુ રહેશે તેમ લાગી રહ્યું છે.