દાહોદ,દાહોદ શહેર સહિત જીલ્લામાં આજરોજ ભગવાન શ્રી હનુમાનજીની જન્મ જયંતી મહોત્સવનો શ્રદ્ધાભેર શ્રદ્ધાળુઓએ ઉજવણી કરી હતી. તમામ નીજ મંદિરો ખાતે હનુમાનજીના ભજન, કીર્તન, પૂજા, અર્ચના, ભંડારા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ હનુમાન મંદિરો ખાતે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી.
આજરોજ ભગવાન શ્રી હનુમાન જન્મ જયંતીની દાહોદ શહેર સહિત જીલ્લામાં ધામધૂમ પૂર્વક તેમજ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તમામ હનુમાનજીના મંદિરોને ભવ્ય રોશનીથી શણગારી દેવામાં આવ્યા હતા. હનુમાનજી જન્મ જયંતીના એક દિવસ પૂર્વે મધ્યરાત્રીના સમયે હનુમાનજી મંદિર ખાતે ભજન, કીર્તન કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. હનુમાનજી ની જન્મ જયંતીના દિવસે વહેલી સવારથી જ હનુમાનજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. હનુમાનજી ના મંદિર ખાતે જય શ્રી રામ અને જય શ્રી હનુમાનજીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મંદિરો ખાતે ભજન કીર્તન પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે સાંજના સમયે ઘણા હનુમાનજી મંદિર ખાતે પ્રસાદી તેમજ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદી તેમજ ભંડારાનો લાભ લીધો હતો.