દાહોદ શહેર અને જીલ્લામાં દશામાંના દોરા લેવાની ઉજવણી મહિલાઓ દ્વારા કરાઈ

દાહોદ,

દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે દશામાંના દોરા લેવાની ઉજવણી મહિલાઓએ ધાર્મિક રીતે કરી હતી. મહિલાઓએ એકટાણું ઉપવાસ કરી આ તહેવારને ભક્તિભાવ રીતે ઉજવણી કરી હતી. વહેલી સવારથીજ વડ વૃક્ષની પુજા કરવા માટે મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળી હતી.

હોળી બાદ આવતાં છઠ્ઠ, સાતમ, આઠમ અને બાદમાં દશમના દિવસની એમ સળંત ચાર દિવસ સુધી દાહોદ શહેર સહિત જિલ્લામાં આ ચાર દિવસની ભક્તિભાવ રીતે ઉજવણી કરવામાં આવે છે. છઠ્ઠના દિવસે દરેક ઘરોમાં અવનવા પકવાન બને છે અને બીજા દિવસે સાતમ હોવાથી આ દિવસને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક ઘરોમાં સાતમના દિવસે શીતળા માતાની પુજા, અર્ચના બાદ ભોજન ઠંડુ જમવામાં આવે છે. ત્યાર બાદ દશમના દિવસે આ દિવસે મહિલાઓ દશામાં ના દોરા લે છે. આ દિવસે મહિલાઓ વડ વૃક્ષની પુજા, અર્ચના કરે છે અને દશામાં નો દોરો ધાર્મિક રીતે ધારણ કરે છે. આજે દશમના દિવસે દાહોદ શહેર સહિત જિલ્લામાં દશામાં ના દોરાની ધાર્મિક રીતે ઉજવણી કરી હતી. વહેલી સવારથીજ વડ વૃક્ષની પુજા, અર્ચના કરવા મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી.