દાહોદ સેન્ટ મેરી સ્કુલના રમણીય પરિસરમાં વિદ્યાર્થીઓએ બનાવી અદ્દભુત આકૃતિ

  • મતદાન પર્વ લોકશાહીનું ગર્વ.દરેક મત અમુલ્ય છે ચૂંટણીલક્ષી સુત્રોના બેનરો સાથે નાગરિકોને અચૂક મતદાનનો સંદેશ આપતી દેશની ભાવિ પેઢી.

દાહોદ, દાહોદ જીલ્લા ચૂંટણી અધિકારી વ જીલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લામાં મતદાન વધે તે માટે સ્વિપ એક્ટિવિટી થઈ રહી છે. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરત બારીયાના માર્ગદર્શન હેઠળ સેન્ટ મેરી સ્કૂલ ખાતે મતદાન જાગૃતિનું આયોજન કરાયું હતું.

સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થીઓએ લોકશાહીના અવસરમાં અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા VOTE FOR NATION ના મેગા સ્લોગન તૈયાર કરવામાં આવ્યા હતાં. સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થીઓ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, તમામ નાગરિકો અવશ્ય મતદાન કરી લોકશાહીના મહાપર્વ જોડાય તેમજ તમારા એક મત થકી રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા સર્વે નાગરિકોને અપીલ કરીએ છીએ.

આ કાર્યક્રમ દરમિયાન જીલ્લા શિક્ષણાધિકારી આરત બારીયા, સેન્ટ મેરી સ્કૂલના આચાર્ય સી.આર.સી, જનક પટેલ સહિત શાળાના શિક્ષકો બાળકો જોડાયા હતા.