દાહોદના સરહદી વિસ્તારમાં 19 ચેકપોસ્ટ ઉભી કરી સાધન ચેકીંગ હાથ ધરાઇ


દાહોદ,
વિધાનસભાની ચૂંટણીને પગલે દાહોદ જિલ્લાની સરહદી વિસ્તારમાં 19 ચેકપોસ્ટ શરૂ કરી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લો મધ્ય પ્રદેશ અને રાજસ્થાન ની સરહદે આવેલો જિલ્લો છે ત્યારે વિદેશી દારૂ સહિત ના નશીલા પદાર્થો બંને રાજ્યો માથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા હોય છે ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીને પગલે દારૂ કે કોઈ નશીલા પદાર્થ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઓ અટકાવવા માટે જિલ્લા મા સરહદી વિસ્તારમાં 19 જેટલી ચેકપોસ્ટ શરૂં કરવામાં આવી છે જેમાં દાહોદ પોલીસ ના જવાનો તેમજ પેરા મિલિટરી ના જવાનો 24 કલાક હાજર રહી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું સઘન વાહનચેકીંગ હાથ ધરવામાં આવી રહી છે તેમજ આગામી સમય મા તમામ ચેકપોસ્ટ ઉપર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે એટલે ચુંટણી દરમિયાન કોઈ અનિચ્છિય બનાવ ન બને તેમજ અસામાજિક પ્રવૃત્તિ ઓ અટકાવવા માટે પોલીસ તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે.