દાહોદ,
દાહોદ સંત નિરંકારી મિશન દ્વારા આઝાદીના 75માં અમૃત મહોત્સવના અવસર પર સદ્દગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાન્નિધ્યમાં 26 ફેબ્રુઆરી રવિવારના રોજ અમૃત પરિયોજના અંતર્ગત સ્વચ્છ જળ-સ્વચ્છ મનનો શુભારંભ કરવામાં આવ્યું હતું. દાહોદમાં દુધીમતી નદીના કિનારે સ્વચ્છતા અભિયાનમાં દાહોદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ તથા દાહોદ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ નિરંકારી સેવાદલના મહાત્માઓ સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતાં.
આ અમૃત પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંરક્ષણ તથા તેના બચાવ માટે અલગ-અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલીરૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળસ્નીત્રોત ની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે જાગરૂકતા અભિયાનના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ સાથે જ 26 ફેબ્રુઆરી, રવિવારના રોજ સવારે 8 વાગ્યા થી સેંકડો નિરંકારી ભક્તો રામસાગર તળાવના કિનારે તથા ઝુલેલાલ ઘાટ પર જામેલી લીલ, કીચડ, પ્લાસ્ટિક કચરો વગેરે ગંદગી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશ આપ્યો હતો. બાબા હરદેવસિંહ મહારાજ દ્વારા સમાજ કલ્યાણ માટે આજીવન અનેક કર્યો કરવામાં આવ્યા જેમાં સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ અભિયાનનો આરંભ મોખરે છે. બાબા હરદેવસિંહ મહારાજની શિક્ષાઓથી પ્રેરણા લઇ દરેક વર્ષની જેમ જ આ વર્ષે પણ નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદ્દગુરૂ માતા સુદીક્ષા જી મહારાજના નિર્દેશાનુસાર અમૃત પરિયોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત નિરંકારી મિશનના સચિવ જોગીન્દર સુખીજાના હવાલા થી વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું કે, અમૃત પરિયોજના સંપૂર્ણ ભારતવર્ષના લગભગ 1000 સ્થળો પર 730 શહેરો, 27 રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોમાં વિશાળરૂપમાં આયોજિત કરવામાં આવશે. જેમાં નિરંકારી મિશનના લગભગ દોઢ લાખ સ્વયંસેવકો તેમના સહયોગ દ્વારા જળ સંરક્ષણ અને જળ સંસ્થાઓ જેમ કે સમુદ્ર કિનારાઓ, નદીઓ, તળાવો, ઝીલ, કુવા, પોખર, જોહ્ડ, ભિન્ન ઝરણાઓ, પાણીની ટાંકીઓ, નાલીઓ અને જળ ધારાઓ વગેરે ને સ્વચ્છ અને ર્નિમળ કર્યો હતો. આ અભિયાનમાં મુખ્યત: ઉત્તરી ક્ષેત્ર થી વ્યાસ, ગંગા, યમુના, ધાધરા, કેન્દ્રીય ક્ષેત્રમાં ચંબલ, બેતવા, નર્મદા, કૃષ્ણા, તાપી, સોન નદી, પશ્ચિમી ક્ષેત્ર થી સાબરમતી, મહી, તવા, પૂર્વી ક્ષેત્ર થી મહાનદી, ગોદાવરી, અને દક્ષિણી ક્ષેત્ર થી કૃષ્ણા, કાવેરી, કોલ્લીદ્મ વગેરે પ્રમુખ નદીઓને સંમિલિત કરવામાં આવી છે.
અમૃત પરિયોજનાઅંતર્ગત ભારતના દક્ષિણી ક્ષેત્રોના મુખ્ય તટબંધોની સ્વચ્છતા જેમાં સુરત, મુંબઈ થી લઇ ગોવા સુધીના કોંકણ બેલ્ટ, માલાબાર તટના કર્ણાટક, કેરળની તટીય રેખાઓ અને અરબ સાગરની પશ્ચિમી ઘાટની સીમાને તથા કોરોમંડળ તટના દક્ષિણી પૂર્વીય તટીય ક્ષેત્રોને સ્વયંસેવકોની ટીમ દ્વારા આવરી લેવામાં આવશે. આ ઉપરાંત પૂર્વમાં બંગાળની ખાડી અને દક્ષિણમાં કાવેરી ડેલ્ટાને પણ કવર કરવામાં આવ્યું હતું. નિ:સંદેહ આ પરિયોજના પર્યાવરણ સંતુલન, પ્રાકૃતિક સુંદરતા અને સ્વચ્છતા માટે થવા જઈ રહ્યું એક પ્રશંસનીય તથા પ્રોત્સાહન આપનારો પ્રયત્ન છે. વર્તમાનમાં આપણે આવી જ લોક કલ્યાણકારી પરિયોજનાઓને ક્રિયાન્વિતરૂપ આપી આપણી આ સુંદર ધરતીને હાની થતા બચાવી શકીએ છીએ. સાથે જ પ્રાકૃતિક સંસાધનોના દુરૂપયોગ પર પણ રોક લગાવી શકીએ છીએ તેમ જણાવ્યું હતું.