- કડકડતી ઠંડીમાં ખેડૂતો 2-3 દિવશ સુધી લાઈનમાં ઊભા રહી ટેકાનો ભાવ મેળવવા માટે ભૂખ્યા અને તરસ્યા લાઈનમાં ઊભા રહે છે.
- તોલાટ દ્વારા ખેડૂત પાસેથી 500 રૂપિયા ની રકમ વસૂલતો વિડીયો વાયરલ.
સંજેલી,
સંજેલી તાલુકાના અણિકા ખાતે આવેલ ડાંગરની ખરીદી ગોડાઉન કેન્દ્ર પર ખેડૂત ના ટેકટર દીઠ ખેડૂત પાસે થી રૂા.500/- ની ચા પાણીની ઉગરાણી થતી હોવાનું વિડીયો થયો વાયરલ તાલુકામાં ચકચાર મચી જવા પામી.
સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ થી ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે અને જ્યાં ખેડૂતોને પોતાની મહેનતની કરેલી વાવણીના ખેતીના પાકના પોષણ સમ ભાવ મળી રહે તેવા આશય થી મોટાભાગના તાલુકા મથકે કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમા સંજેલી તાલુકાના અણિકા ખાતે આવેલા સરકારી ગોડાઉન ખાતે ડાંગરની ખરીદીના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. તાલુકાના ખેડૂતો પોતાના બે ત્રણ દિવસથી ટેકટરો લઈ અને પોતાના ખેતી કરેલા ડાંગરના પાકના ટેકાના ભાવ મેળવવા માટે લાઈનમાં ભૂખ્યા અને તરસ્યા વધુ ભાવ મેળવવા માટે લાઈનમાં ઊભા રહ્યા છે બે ત્રણ દિવસ બાદ નંબર આવતા ડાંગરનો વજન કરનાર તોલાટ દ્વારા ટ્રેક્ટર દિઠ ચા પાણીના 400 થી 500 રૂપિયા લીધા બાદ જ ડાંગર તોલવાની કામગીરી શરૂ કરવામાં આવે છે.
સંજેલી તાલુકાના અણિકા ગોડાઉન પર ડાંગર ની ખરીદી કેન્દ્ર ઉપર તોલાડ દ્વારા ટ્રેક્ટર દિઠ 400 થી 500 રૂપિયા લીધા બાદ જ ડાંગર પાસ કરી અને તોલવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. જો રકમ ના આપો તો તમારી ડાંગરમાં દડ છે ખરાબ છે લીલી છે તેવા ગતકડા કાઢવામાં આવી રહ્યા છે. રણછોડભાઈ પલાસ ખેડૂત નેનકી.
બોકસ:
ખેડૂત પાસેથી ટ્રેક્ટર ડેટ 400 500 રૂપિયા લેવામાં આવતા નથી તેમની પાસેથી જે ખુશીથી ચા-પાણીના પૈસા આપે છે તે જ રકમ લઈએ છીએ તોલાટ અણિકા ગોડાઉન તોલાટ મજુરો.
બોકસ:
ગોડાઉનના કર્મચારી દ્વારા કોઈપણ ખેડૂત પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી કે તેમની ડાંગર ખરાબ કહીને રિજેક્ટ કરવામાં આવતી નથી. અમે કોઈ જોડેથી રકમ લીધી હોય કે માંગી હોય તેવો એક પણ ખેડૂત લાવો. :-ગોડાઉન ઓપરેટર, રાકેશભાઈ માલ.