તા.15 જુલાઇ થી 28 જુલાઇ હિપેટાઇટિસ દિવસની ઊજવણી કરવાની હોય છે. જે અંતર્ગત આજ રોજ તા.24-07-2024 ના રોજજીલ્લા ક્ષય અને એચ.આઇ.વી. અઘિકારી ડો.આર.ડી.પહાડીયા, સામૂહિક આરોગ્ય આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ કતવારાના અધિક્ષક ડોક્ટર ડી.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ સીએસસી કતવારા ખાતે HIV/AIDS,હીપેટાઈટીસ બી, TB, ચાંદીપુરમ, સિકલસેલ, સિફિલીસ જેવા રોગો વિશે IEC(પ્રચાર પ્રસાર)કરવામાં આવી અને લોકોને પત્રિકા,પોસ્ટરના માધ્યમ થી સમજ આપવામાં આવી, તેમજ ટેસ્ટીંગ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડો. સંજય જાદવ, ICTC કાઉન્સેલર વિનોદકુમાર વી. પસાયા તથા ICTC લેબ ટેક. અંકિતકુમાર બામણ હાજર રહ્યા હતા.