દાહોદ,
દાહોદ શહેરની તદ્દન નજીક આવેલી રહેણાંક સોસાયટીમાં રેલ્વેના નિવૃત અધિકારી દ્વારા સોસાયટીના કોમન પ્લોટ તેમજ જાહેર રસ્તામાં દબાણ કરતા સોસાયટીના રહેવાસીઓ દ્વારા આ મામલે વિરોધ નોંધાવી સામૂહિક રીતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરતા રેલવેના અધિકારીએ ગેરકાયંત્ર રીતે દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. સાથે સાથે દબાણ દૂર કરવા ઝઉઘ ને હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો બીજી તરફ રેલ્વેના નિવૃત અધિકારીએ આ મામલે કોર્ટ કમિશનની માંગ કરવામાં આવતા કોર્ટ કમિશનમાં કર્મચારીઓએ સ્થળ પર આવી સમગ્ર મામલા માટેનો એક રિપોર્ટ તૈયાર કરવાની થતી જ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેર થી તદ્દન નજીક આવેલા ગલાલિયાવાડ સાંઈ દર્શન સોસાયટીના રહેવાસી અને રેલ્વેના નિવૃત અધિકારી આઈ.ડી. મિશ્રાએ 2019માં સોસાયટીમાં મકાનના બાંધકામ માટે જમીન લીધી હતી. ત્યારે આ સોસાયટીના નિર્માણ પહેલા રસ્તા તેમજ કોમન પ્લોટ માટે જગ્યા છોડવામાં આવી હતી. જોકે, આઈ.ડી. મિશ્રા દ્વારા જમીનમાં બાંધકામ સમયે સોસાયટીના રસ્તા તેમજ કોમન પ્લોટની જગ્યામાં બાંધકામ કરી દબાણ ઊભું કરતા તેમની જ સોસાયટીની બિંદુબેન અરવિંદ કુમાર છત્રીય તેમજ અન્ય 19 જેટલા મકાન માલિકો દ્વારા ગેરકાયદેસર દબાણ મામલે આઈ.ડી. મિશ્રા ને કહેતા તેઓએ પોતાની મનમાની ચલાવી હતી અને ખુલ્લા પ્લોટ અને રસ્તાની જમીનમાં ગેરફાયદો સર દબાણ ઊભું કરી દીધું હતું. ત્યારબાદ આ મામલામાં સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા પોલીસવડા પ્રાંત અધિકારી, કલેકટર, તાલુકા વિકાસ અધિકારી, સીટી સર્વે ઓફિસમાં લેખિત રજૂઆત કરી હતી. સાથે સાથે આઈ.ડી. મિશ્રા વિરૂદ્ધ જિલ્લા સ્વાગત તેમજ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો દાખલ કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આ મામલે તપાસના હુકમ બાદ સીટી સર્વે ઓફિસ દ્વારા જમીનની માપણી હાથ ધરાતા આઈ.ડી.મિશ્રાએ ગેરકાયદેસર દબાણ ઊભું કરાયું હોવાનું સામે આવતા સીટી સર્વે કચેરી દ્વારા તારીખ 27/07/2022ના રોજ ગેરકાયદેસર દબાણ દૂર કરવા ટીડીઓને હુકમ કરતા સમગ્ર મામલામાં ગરમાવો જોવા મળ્યો હતો. જોકે, દિવસો વીત્યા છતાય સોસાયટીના નાગરિકો દ્વારા પુન: અરજી કરી હતી. જેમાં આઈ.ડી. મિશ્રા દ્વારા કોર્ટ કમિશનમાં અરજી કરતા કમિશનના બે કર્મચારીઓ ગઈકાલે તળ પર આવ્યા હતા અને તેઓએ ગેરકાયદેસર દબાણ અંગે પંચની હાજરીમાં રિપોર્ટ તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખની છે કે, લેન્ડગ્રેબિંગ અંતર્ગત ગુનો દાખલ કરવા સોસાયટીના રહીશો દ્વારા સામુહિક અરજી કરતા કલેક્ટરએ આ મામલામાં નિષ્પક્ષ તપાસ કરી ઘેર કદાચ દબાણ ઊભું થયું હોય તો લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા સહિતની યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને મોકલી આપ્યો હતો. જ્યાં હાલ જિલ્લા પોલીસવાળા પાસે હાલ આ મામલો પેન્ડિંગમાં છે. ત્યારે ગેરકાયદેસર દબાણ દૂર કરી કાર્યવાહી કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે.