
દાહોદ,દાહોદ શહેર સહિત જિલ્લામાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં છે. સવારના 10 વાગ્ઝયાથી બપોરના સમય સુધી 40 ડિગ્રી તાપમાનથી લોકો પરસેવા રેબઝેબ થઈ ગયાં હતાં ત્યારે સાંજ સુધી પણ 39 ડિગ્રી સુધી તાપમાન રહેવા પામ્યું હતું.
કાળઝાળ ગરમીથી હાલ સમગ્ર ગુજરાતના તમામ રાજ્યોમાં લોકો હેરાન પરેશાન બન્યાં છે. ઘણા જિલ્લાઓમાં તો તાપમાન 45 ઉપર પહોંચી ગયું છે ત્યારે આવી કાળઝાળ ગરમીના પ્રકોપથી દાહોદ જિલ્લો પણ બાકાત રહ્યું નથી. આજરોજ દાહોદ જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. વહેલી સવારના 10 વાગ્યાથી કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ હતી બપોર સુધી તાપમાનનો પારો ચઢતાં જિલ્લાવાસીઓને કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. કામ વગર લોકોએ ઘરની બહાર જવાનું ટાળ્યું હતું. જિલ્લામાં ઠંડાપીણા સહિતની દુકાનો લાગી ગઈ છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો ઠંડીપીણાનો પણ સહારો લેતાં જોવા મળ્યાં હતાં તો બીજી તરફ સાંજ પડતાં પણ તાપમાનનો પારો 39 ડિગ્રી સુધી રહેતાં સાંજ સુધી પણ લોકોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો. રાત્રીના સમયે લોકો ઘરની બહાર નીકળી હરવા, ફરવા પણ નીકળતાં જોવા મળ્યાં હતાં. તો બીજી તરફ શહેરના બાગ, બગીચાઓમાં સાંજ તેમજ રાત્રી સમયે લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. બજારોમાં ચસ્મા, ટોપીની ખરીદી કરતાં પણ લોકો જોવા મળ્યાં હતાં. ગરમી વધતાં લોકોના એસી, કુલર, પંખા જેવા સાધનો પણ આવી કાળઝાળ ગરમીથી વામળા પુરવાર સાબીત થયાં હતાં. લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે અવનવા ઉપાયો કરી રહ્યાં છે ત્યારે આવનાર દિવસોમાં ગરમી વધુ વધશે તેવા સંકેતો વચ્ચે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે. હાલ તો માત્ર એપ્રિલ માસ ચાલી રહ્યો છે ત્યારે મે અને જુન મહિનામાં કેવી ગરમી પડશે ? તેવા અનેક વિચારો લોકોમાં ઉદ્ભવવા પામ્યાં છે.