દાહોદ શહેર સહિત જીલ્લામાં શૈક્ષણિક કાર્ય શરૂ થયાં બાદ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા અનેક નવા નિયમો બહાર પાડવામાં આવ્યાં છે. જેમાં ખાસ કરીને સ્કુલવર્ધી વાહન ચાલકો માટે સખ્ત નિયમો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યાં છે. જેમાં ખાનગી વાહનોમાં બાળકોના અવર જવર માટે સ્કુલવર્ધી વાહન ચાલકોને એઆરટીઓ કચેરીએ પોતાના વાહનોનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનંય રહેશે.
જેના ભાગરૂપે દાહોદ એઆરટીઓ કચેરી ખાતે સ્કુલવર્ધી વાહન ચાલકોએ પોતાના વાહનોનું રજીસ્ટ્રેશન કરવવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી. જેમાં દાહોદ એઆરટીઓ કચેરી દ્વારા અત્યાર સુધી 137 જેટલા સ્કુલવર્ધી વાહનોને મંજુરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે સરકાર દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં ખાસ કરીને વાહન ચાલકો પોતાની મરજી મુજબ શાળાના બાળકોને પોતાના વાહનોમાં ઘેટા બકરાની માફક ભરી પસાર થતાં હોય છે. જેને પગલે બાળકોના જીવને જોખમ પણ રહેલું હોય છે. આવા સમયે કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તે માટે સરકાર આ મામલે કટીબધ્ધ બની છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે સરકાર દ્વારા નવા નિયમો બહાર પાડી ખાસ કરીને સ્કુલવર્ધી વાહન ચાલકો સામે નવા નિયમો બહાર પાડવામાં આવ્યાં છે.
જેમાં ફરજીયાત પણ એઆરટીઓ કચેરી સ્કુલવર્ધી વાહન ચાલકોએ પોતાના વાહનોનું સરકારના નિયમોનુસાર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દાહોદ એઆરટીઓ કચેરી ખાતે રજીસ્ટ્રેશન માટે આવા સ્કુલવર્ધી વાહન માલિકોનો લાંબો ઘસારો જોવા મળી રહ્યો છે. જેમાં દાહોદ એઆરટીઓ કચેરી ખાતે કચેરીના સત્તાધિશો દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં સ્કુલવર્ધી માટે વપરાતા નોન ટ્રાન્સપોર્ટ મોટરવાહનને ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં એકજ દિવસમાં ક્ધવર્ઝન કરવા સારૂ સિંગલ વિંડો અને હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવી હતી. જે અનુસંધાને 137 જેટલા સ્કુલવર્ધી માટે વપરાતા મોટરવાહનને ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં ક્ધવર્ટ કરવામાં આવ્યાં હતાં.