દાહોદ રૂરલ પોલીસ મથકના પ્રોહિબીશન ગુનામાંં એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો

દાહોદ, દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપ, દાહોદની ટીમ દ્વારા ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનના ગુન્હાઓને શોધી કાઢવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, જુગારની પ્રવૃતિઓ પર રેડ પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપ, દાહોદને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી નરેશભાઈ બામણભાઈ બારીયા (રહે. લવારીયા, પટેલ ફળિયા, તા. દેવગઢ બારીઆ, જી. દાહોદ)ને તેના ઘરેથી ઝડપી પાડી પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.