દાહોદ આર.ટી.ઓ. ખાતે ઓટોમેટેક ટેસ્ટ ટ્રેક ખાતે ટેકનીકલ ખામીને ડ્રાઈવીંંગ ટેસ્ટ બંધ

દાહોદ, દાહોદ સહાયક વાહન પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગરબાડા ચોકડી ખાતે તા. 02-03-2024 થી ઓટોમેટેડ ટેસ્ટ ટ્રેક ખાતે ટુ વ્હીલર ટેસ્ટ ટ્રેક સિસ્ટમમાં ટેક્નિકલ ખામીના કારણે હાલ ટુ વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રાખવામાં આવ્યું છે. જેની ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની અપોઈન્ટમેન્ટ લેનાર તમામ અરજદારોએ નોંધ લેવી. તે તમામની અપોઈન્ટમેન્ટ રી – શિડ્યુલ કરવામાં આવશે જેની જાણ સંબંધિતોને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે