દાહોદ રોટરી કલબ દ્વારા મીરાખેડી આશ્રમશાળા ખાતે શિક્ષક દિવસે 7 શિક્ષકોને શાલ અને શ્રેષ્ઠતા પુરસ્કારથી સન્માનિત કરયા

રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ દ્વારા પ્રાથમિક શાળા, ચંદવાણા અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, મીરાખેડીમાં શિક્ષક દિવસ પર શાળાના સાત શિક્ષકોને શાલ અને શિક્ષક શ્રેષ્ઠતા પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શિક્ષક દિને શિક્ષકોનું સન્માન કરવાના કાર્યક્રમમાં ક્લબના પ્રમુખ હીરાલાલ સોલંકી, સેક્રેટરી રતનસિંહ બામણિયા, ક્લબના સભ્યો વાસુદેવ મંગલાણી, પ્રદીપ. રાઠોડ, સુરમલ ભુરીયા, ભીલ સેવા મંડળ, દાહોદ પ્રમુખ શાંતિલાલ નિનામા, આચાર્ય કલસીંગ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમશાળામાં યોજાયેલા કાર્યક્રમમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.