દાહોદ રોટરી વર્ષના પ્રારંભે રોટરી ડાયમંડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજયો

રોટરીનું સેવા વર્ષ દર વર્ષે 1 જુલાઈ થી શરૂ થઇ 30 મી જૂને પૂર્ણ થાય છે. નવા વર્ષના પ્રારંભે રોટરી ડીસ્ટ્રિક-3040ના ડીસ્ટ્રિક ગવર્નર રોટે.અનીશ મલિકની સૂચના થી ડીસ્ટ્રિકની 118 ક્લબ એક સાથે ડોકટર ડે પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. દાહોદ સ્થિત રોટરી ક્લબ ડાયમંડ, રોટરી કલબ દાહોદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

ક્લબના પ્રમુખ હીરાલાલ સોલંકીએ પ્રથમવાર બ્લડ આપનાર ડોનરને પ્રોત્સાહિત કર્યા હતા. કેમ્પને સફળ બનાવવા રોટરી ક્લબ, દાહોદના પ્રમુખ સંજય બારીયા, મંત્રી અમરસિંહ ડાંગી, ક્લબના સદસ્યો, વાસુ દેવ મંગલાની, પ્રદીપ રાઠોડ, અમૃત પ્રજાપતિ, મયંક ભુરીયા, હિરેન સલાટ, રામસિંહભાઈ પરમાર, જયદીપ ગેલોત અને ક્લબના પૂર્વ મંત્રી જીગ્નેશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.

રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદના મંત્રી રતનસિંગ બામણિયા દ્વારા સમગ્ર કેમ્પની વ્યવસ્થા સંભાળી હતી. ઝાયડસ હોસ્પિટલના કર્મચારી કિરણબેન ગોસ્વામીએ આયોજનમાં સહકાર આપ્યો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં 16 જેટલી બોટલ પ્રાપ્ત થઈ હતી. ડોકટર ડે, હોઈ ઝાયડસના ડોકટર શૈલેજ માનેને રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદનાં પ્રમુખ, મંત્રી દ્વારા શાલ, પુષ્પગુચ્છ અને માળા અર્પણ કરી સન્માનિત કરાયા હતા.