દાહોદ રોજગાર કચેરી દ્વારા તા 27.3.2023 થી 31.3.2023 દરમીયાન ઉમેદવાર માટે જીલ્લા અને તાલુકા કક્ષાએ અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન કેમ્પ યોજાશે

દાહોદ,

રાજય સરકાર દ્વારા ઓગસ્ટ 2021 થી અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in વેબ પોર્ટલ અને મોબાઈલ એપ શરૂ કરવામા આવેલ છે. આ વેબ પોર્ટલ પર રોજગાર કચેરી ખાતે નોંધાયેલા ઉમેદવારોએ પણ ઉકત સેવાનો લાભ લેવા માટે આધાર કાર્ડની વિગતો સાથે અનુબંધમ પોર્ટલ પર નવેસરથી રજીસ્ટ્રેશન કરવુ જરૂરી છે,ઉમેદવારોની અનુકુળતા માટે રોજગારી કચેરી દ્વારા તા 27.3.2023 થી તા 31.3.2023 દરમિયાન રોજગાર કચેરી ખાતે નોંધાયેલ તમામ ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામા મદદરૂપ થવા જીલ્લામા નિચે જણાવેલ તારીખે અને સ્થળ ખાતે સવારે 11.00 થી 2.00 દરમિયાન અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેમ્પ અને સ્વરોજગાર માર્ગદર્શન આપવામા આવશે. જેમા તા 27.3.2023 ના રોજ રોજગાર કચેરી, જીલ્લા સેવા સદન, છાપરી ખાતે, નોડલ સરકારી આઈટીઆઈ દાહોદ, મહીલા સરકારી આઈટીઆઈ દાહોદ (માત્ર મહીલા ઉમેદવારો માટે ) તા.28.3.2023 ના રોજ ધાનપુર સરકારી આઈટીઆઈ, ફતેપુરા સરકારી આઈટીઆઈ, દેવગઢ બારીયા સરકારી આઈટીઆઈ, તા 29.3.2023 ના રોજ જેસાવાડા-ગરબાડા સરકારી આઈટીઆઈ, ઝમલોદ સરકારી આઈટીઆઈ, લીમખેડા સરકારી આઈટીઆઈ તેમજ તા 31.3.2023 ના રોજ સંજેલી સરકારી આઈટીઆઈ, સીંગવડ- રણધીકપુર સરકારી આઈટીઆઈ ખાતે અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામા આવશે. જેમા ઉમેદવારોએ પોતાનું જુનું રોજગાર કચેરીનું નામ નોંધણી કાર્ડ તેમજ આધાર કાર્ડની સોફટ કોપી અને હાર્ડ કોપી તેમજ ઉચ્ચ અભ્યાસના માર્કશીટ પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે હાજર રહેવા તેમજ જે ઉમેદવારો પોતાની જાતે ઓનલાઈન કરવા માંગતા હોય તેઓ રોજગાર કચેરીના હેલ્પલાઈન નંબર 6357390390 નો સંપર્ક કરી માર્ગદર્શન મેળવવા રોજગાર અધિકારી દાહોદની યાદીમા જણાવેલ છે.