દાહોદના રોડ ટેકસ બાકી વાળા 9 વાહનોની આર.ટી.ઓ.કચેરીએ હરાજી

દાહોદ, દાહોદ શહેરમાં રોડ ટેકસ નહિ ભરાયેલુ હોવાથી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ડિટેઈન કરાયેલા વાહનો પૈકીના 9 વાહનો કોઈ છોડાવવા આવ્યુ ન હતુ. જેથી રોડ ટેકસ ઉપરાંત પેનલ્ટી અને વ્યાજ સાથે ટેકસની રકમનો આંકડો 5238127 થઈ ગયો હતો. કચેરી દ્વારા તપાસ કરવામાં આવતા જેમાં જીપ, ટ્રક અને બસ મળી છ વાહનો ઉપર અનેક ફાયનાન્સ કંપનીના નામનો બોજો ચઢેલો જોવા મળ્યો હતો. આ તમામ વાહનોના બાકી રોડ ટેકસ સાથે પેનલ્ટી અને વ્યાજ મળીને 5238127 રૂપિયા ઉપરાંતનો ટેકસ બાકી બોલાતો હતો. ત્યારે તેની દાહોદ આરટીઓ સી.ડી.પટેલ દ્વારા વસુલાત માટે 22 જુન 2023 અને 11 જુલાઈન 2023એ નોટિસ મોકલી સંબંધિત વાહનમાં બાકી લેણાના અધિકૃત પુરાવા અને એકાઉન્ટન્ટનો રિપોર્ટ મોકલી આપવા જણાવ્યુ હતુ. જોકે તમામ નોટિસ ખોટા સરનામા અથવા અન્ય કારણોસર પરત આવી હતી. જેથી નિયમો મુજબ વાહનોની અરજી કરવાનો નિર્ણય લેવાયાનુ જણાવ્યુ હતુ. વાહન પ્રમાણે તેની અપસેટ વેલ્યુ 1.50 લાખથી માંડીને 15 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી છે. 5 ઓકટોબરથી 11 ઓકટોબર સુધી વાહનો જોવા અને 12 ઓકટોબર સુધી બંધ કરવામાં બીડ રજુ કરવા સાથે 13 ઓકટોબરે હરાજીની તારીખ નકકી કરાઈ છે.