દાહોદ રેડક્રોસ અને સેન્ટઝોન એમ્બયુલન્સ ઉપક્રમે પ્રા.તાલીમ સારવાર વર્ગ સંપન્ન

દાહોદ,

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા અને સેન્ટ ઝોન એમ્બ્યુલન્સ ના ઉપક્રમે પ્રાથમિક સારવાર તાલીમ વર્ગ સંપન્ન થયો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા તારીખ 24/ 11 /2022 થી 27/ 11 2022 ચાર દિવસીય પ્રાથમિક સારવાર તાલીમ વર્ગનો આયોજન જિલ્લાના ભાઈઓ અને બહેનો માટે કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં 50 જેટલા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં દાહોદના પ્રતિષ્ઠિત વ્યાખ્યાતાઓએ તલસ્પર્શી માહિતી આપી હતી. જેમાં પ્રેક્ટીકલ અને થીયરી બંનેની તાલીમ ખુબ સચોટ આપવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન ગોપાલભાઈ ધાનકા ખજાનચી, કમલેશભાઈ લીમ્બાચીયા, માનદ મંત્રી જવાહરભાઈ શાહ, સહમંત્રી સાબીર શેખ, પ્રાથમિક સારવાર વર્ગના ક્ધવીનર ગટેશભાઈ ક્ષત્રિય, ડો. ધર્મેન્દ્ર અગ્રવાલ, એન.કે.પરમાર, સ્વૈચ્છિક સભ્ય મુકુંદભાઈ કાબરા વાલા, નરેશભાઈ ચાવડા આ ઉપરાંત કારોબારી સભ્ય ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રાથમિક સારવાર વર્ગની ફળશ્રુતિ એ હતી કે, રક્તદાન અંગે તાલીમાર્થી ભાઈઓ-બહેનોને ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા દ્વારા પ્રોત્સાહિત વક્તવ્ય આપ્યું હતું. જેનાથી પ્રેરિત થઈને પાંચ તાલીમાર્થી ભાઈઓએ પ્રથમ વખત સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું અને પોતાના વિસ્તારમાં પણ રક્તદાન અંગેની જાગૃતિ ફેલાવી અન્યને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા કટિબદ્ધ થયા હતા.