
દાહોદ,
દાહોદમાં 15મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની ભવ્યાતિ ભવ્ય નીકળી હતી. સમગ્ર વાતાવરણ જય શ્રી જગન્નાથજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દાહોદમાં હનુમાન બજાર સ્થિત રણછોડ મંદિરેથી આજે અષાઢી બીજે નીકળેલ રથયાત્રામાં બે ઘોડા, મહાદેવ, શેષનાગ, અખાડો, જય જવાન જય કિશાન ટેબ્લો, બેન્ડવાજા, ભસ્મ રમૈયા ડમરૂં, શહનાઈ, ભગવાન રાધાકૃષ્ણની ઝાંખી, રામ દરબાર, હનુમાન કવીરાજ ઢોલ, હરે રામ હરે કૃષ્ણ મંડળ, મારેલા મંડળો વિગેરે મંડળોએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. રથયાત્રામાં 200 કીલો મગ તથા 500 કીલો જાંબુના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં મહિલાઓ, બાળકો, વયોવૃધ્ધથી લઈ સૌ કોઈ મોટી સંખ્યામાં જોડાયાં હતાં.
દાહોદમાં બે વર્ષ પછી ભગવાન શ્રી જગન્નાથજી નગર ચર્યાએ નીકળવાના છે. તેને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોના કાળમાં ભક્તોને ઘરે બેઠે દર્શનનો લાભ મળ્યો હતો પરંતુ લોકો ભગવાનની નગર ચર્યામાં જોડાઈ ચુક્યાં ન હતાં.

દાહોદમાં 15મી રથયાત્રાને લઈ મોસાળમાં સોનીવાડમાં આવેલ રાધા કૃષ્ણ ભગવાનનું મંદિર અને સોનીવાડમાં રહેતા પંચાલ સમાજ ન માલી સમાજ તથા બઘા ભક્તોમાં ભારે ઉત્સાહ, ઉમંગ સાથે રથયાત્રા આવકારવા માટે રાહ જોઈ રહ્યાં હતા. કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ સુધી શ્રધ્ધાળુઓ રથયાત્રામાં જોડાઈ શક્યા ન હોઈ સાથેજ મોસાળમાં પણ રથયાત્રાનું સ્વાગત કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો હતો સાથે ભંડારો પણ કર્યો હતો. જેમાં હજરો ભક્તો એ પ્રસાદી નો લહાવો લીધો હતો.
દાહોદ શહેરમાં આજે નીકળેલ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળી હતી. સવારે સાડા આઠ વાગ્યાના સમયે મહાનુભવો દ્વારા પહીંદ વિધી તથા મહા આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ નવ વાગ્યે મહાનુભવો દ્વારા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ રથયાત્રા હનુમાન બજાર થઈ એ.પી.એમ.સી. પહોંચી સાડા દશ વાગ્યે સરદાર પટેલ ચોક (પડાવ) થઈ પીપળીયા હનુમાનજી થઈ દૌલંતગંજ બજાર થઈ ગૌશાળા થઈ ત્યાંથી બપોરના સવાર બાર વાગ્યે સોનીવાડ રાધા કૃષ્ણ મંદિરે ભગવાન વિસામો લીધો હતો અને ત્યાં ભગવાનની આરતી કરી તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં હજારોની સંખ્યામાં ભક્તો મહા પ્રસાદનો લાભ લીધો હતો. એક કલાકના વિસામા બાદ પુન: રથયાત્રા શરૂં થઈ આગળ વધી મંડાવાવ ચોક, ગોવિંદ નગર ચોક, ઠક્કર બાપા સર્કલ, માણેક ચોક દેસાઈવાડા (જનતા ચોક), એમ.જી. રોડ, નગરપાલિકા ચોક, નેતાજી બજાર થઈ હનુમાન બજાર થઈ સાંજના છ વાગ્યે રથયાત્રા નીજ મંદિરે પરત આવી હતી. જ્યાં ભગવાન શ્રી જગન્નાથજીની આરતી થયાં બાદ રથયાત્રા સમાપન થયુ હતું. રથયાત્રાના રૂટ પર યાત્રા દરમ્યાન ઠેર ઠેર ઠંડા પીણા, અલ્પાહાર વિગેરેના સ્ટોલ દરેક સમાજ દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા. તેથી મોટામાં મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા.
15મી રથયાત્રા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય અને શહેરમાં અમન અને શાંતી જળવાઈ રહે તે માટે રથયાત્રા દરમ્યાન એક એસ.એસ.પી., ડી.વાય.એસ.પી., 4 પી.આઈ., 31 પી.એસ.આઈ., 64 જેટલા એ.એસ.આઈ., 145 જેટલા જી.આર.ડી. જવાન, 86 પોલીસ કોન્સ્ટેબલ, 100 જેટલા એસ.આર.પી. જવાન, 145 જેટલા હોમગાર્ડ જવાન 69 જેટલા ટી.આર.બી. જવાન તથા 33 જેટલી મારેલા પોલીસ મળી કુલ 678 જેટલા પોલીસ અધિકારી, કર્મચારીઓ ખડેપગે તૈનાત રહ્યાં હતાં. રથયાત્રાના રૂટમાં ફીક્સ પોઈન્ટ, ટ્રાફિક પોઈન્ટ, ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યાં હતાં. રથયાત્રામાં પુશીંગ સ્કોવર્ડ, મોરચા સ્કોવર્ડ, મોબાઈલ પેટ્રોલીંગ, ઘોડે સવાર પાર્ટી વિગેરે રહી હતી અને રથયાત્રા ઉપર નજર રાખવામાં આવી હતી. રથયાત્રામાં અખાડાના હેરત ભર્યા દાવ, જય જવાન જય કિશાન ટેબ્લો, રાધા કૃષ્ણની ઝાંખી, ભસ્મ રમૈયાનું ડમરૂ, રામ દરબાર ઈન્દૌરથી આવેલ હનુમાનજી તથા વાનરો આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.