- દાહોદ સબ જેલમાં ઉચાટ સાથે આરામ ફરમાવતા શૈષવે બે ભાગીદારો સાથે મળીને રેલ્વેની માલિકીની 7600 ચોરસ મીટર જમીન ના સોદા નો બાનાખત કરાર પણ કરી નાખ્યો.
દાહોદ,દાહોદના બહુચર્ચિત નકલી બિન ખેતીના હુકમ ના આધારે સરકારના કરોડો રૂપિયા ના પ્રીમિયમની ચોરીઓ કરીને ખેતીની જમીનોને બિન ખેતીમાં ફેરવી દેવાના મહાકૌભાંડમાં આરોપી બનીને હાલમાં દાહોદ સબ જેલમાં ઉચાટ સાથે આરામ ફરમાવી રહેલા શૈષવ પરીખે પોતાના બે ભાગીદાર ચહેરાઓ સાથે મળીને ગોદી રોડ વિસ્તાર માં આવેલ ખેતી નો ફાઇનલ પ્લોટ રેલવે ની 7600 ચોરસ મીટર ની જમીનનો 2019 ના વર્ષમાં દાહોદ સબ રજીસ્ટાર કચેરી સમક્ષ 1.33 કરોડ રૂપિયામાં ખરીદ કરતા બાનાખત કરાર જમીન માલિકો સાથે કર્યો હતો. આ વિવાદિત જમીન પ્રકરણમાં સંદર્ભ માં પણ દાહોદ મહેસૂલી તંત્રના સત્તાધીશો એ જીણવડપૂર્વક તપાસો હાથ ધરી છે.
દાહોદ સીટી સર્વે કચેરીના રેકોર્ડ ઉપર વોર્ડ નંબર 1 માં ગોદી રોડ ઉપર આવેલ 7600 ચોરસ મીટરના ક્ષેત્રફળ ધરાવતી આ જમીન ખેતીનો ફાઇનલ પ્લોટ રેલવે ની જમીન ના નામે ચાલે છે. આ 7600 ચોરસ મીટર ની બીન ખેતીની જમીનનો સોદો શૈષવ પરીખે પોતાના બે ભાગીદારો સાથે જમીન માલિકો સાથે 2019 માં 1.33 કરોડ રૂપિયા ના સોદાઓ સાથે કર્યો હતો. આ ખેતીના ફાઇનલ પ્લોટ ની રેલવે ની જમીનમાં બિન ખેતીનો હુકમ અસલી છે કે નકલી આ તપાસનો વિષય છે. પરંતુ દાહોદ સીટી સર્વે કચેરીમાં આજે પણ રેલવે તંત્રના નામે બોલતી સરકારી આ 7600 ચોરસ મીટર ની ખેતી ની જમીન નો સોદો શૈષવ પરીખ બે ભાગીદારો ને સાથે રાખીને 1.33 કરોડ રૂપિયામાં જમીન માલિકો સાથે કર્યો હતો. એમાં જમીન માલિકોએ પાકો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કાબુબહારના સંજોગોને લઈને અત્યારે થઈ શકે એમ નથી ના ઉલ્લેખ સાથે દાહોદ સબ રજીસ્ટાર કચેરી સમક્ષ 2019 માં રજીસ્ટર બાનાખત સાથે આ સોદો કરાયો હતો જો કે સૌથી વધારે ગંભીર આશ્ર્ચર્ય તો એ છે કે દાહોદ રેલવે તંત્રના સત્તાધિશો પોતાની સરકારી માલિકી ની કરોડો રૂપિયાની કીમતી એવી 7600 ચોરસ મીટર જમીન નો વેચાણ બાનાખત થઈ ગયો ત્યા સુધી અંધરામાં કેવી રીતે રહ્યા આ પણ શૈષવ આણી મંડળી નો એક વધુ પ્રભાવ ના કારનામાઓ નો કીસ્સો છે