દાહોદ, દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર લઘુમતિ કોમના 14 જેટલા ઈસમોએ એકપંસ થઈ ગેરકાયદેસ મંડળી બનાવી નાણાંની લેવડ દેવડ મામલે આઠ વ્યક્તિઓને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા
ગત તા.12મી એપ્રિલના રોજ રાત્રીના દશેક વાગ્યાના આસપાસ દાહોદ શહેરમાં રહેતો અનસ શેખ દાહોદ શહેરની યાદવ ચાલક ખાતે રહેતાં મયંકભાઈ રાજેશભાઈ યાદવને ડિઝલના નાણાં લેવા બોલાવ્યો હતો. ત્યારે મયંકભાઈ તથા તેમની સાથે અન્ય વ્યક્તિઓ અનસ શેખ પાસે નાણાં લેવા માટે ગયાં હતાં ત્યાં અનસ શેખ સાથેનો અયાન શેખે મયંકભાઈને કહેલ કે, આંઘળી અને આંખો નીચે રાખી વાત કરવાની તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડી વડે મંયકભાઈને હાથ, ખભાના ભાગે તેમજ પગના ભાગે માર માર્યો હતો. ત્યારે મયંકભાઈએ ફોન કરી તેમના પરિવારના સભ્યો તથા મિત્રોને બોલાવતાં ત્યાં કરણ યાદવ, સમિત શર્મા તથા સાનીલનાઓ મોટરસાઈકલ પર આવતાં હતાં ત્યારે ચાલુ મોટરસાઈકલ પર અયાન શેખ તથા આફતાબે કરણ યાદવને લાકડી મારી બાઈક આડી પડી જતાં તે સમયે ફૈજાન સૈયદ તથા તેની સાથે અન્ય દશેક અજાણ્યા ઈસમો આવી પહોંચ્યાં હતાં અને મયંકભાઈ, કરણ, સુમિત, સાનીલ, અંશુ યાદવ, સ્વપ્ની ઉભલીયાનાઓને ટોળાએ લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ સંબંધે ઈજાગ્રસ્ત મયંકભાઈ રાજેશભાઈ યાદવે દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.