દાહોદ રેલ્વે સ્ટેશનને વડોદરાં કોટા પાર્શલ ટ્રેન પર RPF જવાન ચઢવાં જતા પગ લપસી જતા RPF જવાનને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
આજરોજ રવિવાર સવારના 10 વાગ્યાની આસપાસ વડોદરા થી કોટા તરફ જતી ટ્રેન દાહોદ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ત્રણ પર રોકાતા મધ્ય પ્રદેશના મેંઘનગર થી દાહોદ કઈ કામ માટે આવેલ RPF જવાન આદેશકુમાર શીશપાલસિંહ કટારિયા ઉંમર. 35 જે વડોદરા કોટા ટ્રેનમાં બેસી દાહોદ થી મેઘનગર જવા નીકળયા હતા. તે દરમિયાન RPF જવાન આદેશકુમાર વડોદરા કોટા પાર્સલ ટ્રેન પર ચડવા જતા પગ લપસી જતા તેઓ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી જતા ટ્રેન એમના પગ પર ફરી વળતા તેઓના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ રેલ્વે રાજકીય પોલીસ અને RPF પોલીસને તથા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત RPF જવાનને સારવાર માટે દાહોદના દર્પણ ટોકીજ રોડ નજીક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ પૂછતા જ પૂછપરછ હાથ ધરી છે.