દાહોદ,ગતરોજ તારીખ 26મી જુન મંગળવારના રોજ દાહોદ રાજકીય રેલ્વે પોલીસ દ્વારા દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે રેલી યોજી નશા મુક્ત ભારત પખવાડીયાની ઉજવણી કરી. જેમાં દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે આવતા જતા મુસાફરોને એક જગ્યાએ એકઠા કરી લોકોને નશાથી થતા નુકસાન વિશેની માહિતી આપવાનો કાર્યક્રમ દાહોદ રાજકીય રેલ્વે પોલીસ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રેલ્વે અધિકારીઓ, રેલ્વે પોલીસ સહિત રેલ્વે કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. રેલ્વે સ્ટેશન ખાતે આવતાં જતાં મુસાફરોને નશો નહીં કરવાની અપીલ કરી તમામ પ્રકારના નશાના નુકસાન જણાવ્યાં હતાં. નશાથી થતી આડ અસરો સહિત રોગોની વિસ્તૃત માહિતી મુસાફરોને આપવામાં આવી હતી.