દાહોદ શહેરમાં રેલ્વે સ્ટેશન ખાતે સ્વાતંત્ર પર્વને અનુલક્ષીને દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે પોલીસ દ્વારા આવતાં જતાં મુસાફરોના માલસામાન સહિત પાર્કિંગ વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

દાહોદ જીલ્લામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ધુમધામથી અને હર્ષોઉલ્લાસ સાથે ઉજવવા માટે જીલ્લાવાસીઓ તેમજ વહીવટી તંત્ર સુસજ્જ બન્યું છે. દાહોદ જીલ્લા વહીવટી તંત્રએ સ્વાતંત્ર પર્વની ઉજવણી માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે દાહોદ રેલ્વે પોલીસ દ્વારા આ દિવસે કોઈ અનિચ્છિય બનાવ ન બને અને સ્વતંત્ર પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય એના ભાગરૂપે વડોદરા પોલીસ અધિક્ષકના આદેશ અનુસાર બીડીડીએસની ટિમ દ્વારા દાહોદ રેલ્વે સ્ટેશન પર આવતા જતા મુસાફરોનો માલ સામાન, દાહોદ રેલ્વે સ્ટેશન પર રોકાતી ટ્રેનો ચેક કરી દાહોદ રેલ્વે સ્ટેશનની આસપાસ ઝાડી, ઝાકરા અને કાર પાર્કિંગ, મોટરસાઇકલ પાર્કિંગ તેમજ રેલ્વે સ્ટેશનની બહાર આવેલ પાર્કિંગમાં ઉભેલા વાહનોની ચેકિંગની કામગીરી વડોદરા બીડીડીએસ અને ક્યુટીઆર દાહોદ રાજકીય રેલ્વે પોલીસ અને આરપીએફ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.