દાહોદ,
દાહોદ રેલ્વે સ્ટેશન ખાતેથી એક મુસાફર પાસેથી અજાણ્યા ચોર ઈસમોએ મુસાફરના બેગમાં મુકી રાખેલ રોકડા રૂપીયા 10,84,341 ભરેલી બેગ ચોરી કરી લઈ નાસી જતાં દાહોદ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો.
રાજસ્થાનના કરોલી જિલ્લાના રહેવાસી દીકરાર અહેમદ કુરેશી રાજસ્થાનમાં બકરા લે-વેચનો ધંધો કરે છે. તેઓ ગત તારીખ 18.09.ર0રર રાજસ્થાનના કરોલીથી બકરાઓનું વેચાણ કરવા ભરેલી ગાડી લઈને રોડ માર્ગે મુંબઈ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ વકરાના 10 લાખ રૂપિયા બેગમાં ભરી મુંબઈથી પરત તારીખ ર1.9.રરના રોજ બોરીવલીથી ટ્રેન નંબર 1ર903 ગોલ્ડન ટેમ્પલ મેલ એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એસ/પ શીટ એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એસ/પ શીટ નંબર 9-10-1ર-13- અને 14મા રિઝર્વેશન કરાવેલું હતું. ત્યારે ઈકરાર અહેમદ કુરેશી અને પોતાની સાથેના ચાર માણસો પણ સુઈ ગયા હતા તેવા સમયે ઈકરાર કુરેશીના પોતાના માથા નીચે રૂપિયા 10,84,341 ભરેલી બેગ મુકી સુઈ ગયા હતા ત્યારે મહારાષ્ટ્ર બોરીવલી અને દાહોદ રેલ્વે સ્ટેશન વચ્ચેથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ 10,84,341 રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ એક મોબાઈલ જેની કિંમત રૂપિયા પ,000 આધારકાર્ડ, ચાર્જર, કપડા મળી કુલ 10,89,341 રૂપિયાના મુદ્દામાલની ઉઠાંતરી કરી ફરાર થતા રાજસ્થાનના કરોલી ગામે રહેતા ઈકરાર અહેમદ કુરેશી એ દાહોદ રેલવે પોલીસ મથક ખાતે તારીખ 18.11.રરના રોજ બપોરના 1:00 વાગીને 30 મિનીટના સમયે ફરીયાદ નોંધાવતા રેલવે પોલીસે અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ફરીયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.