દાહોદ,
દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે ડાઉન ટ્રેક પર માલગાડીની અડફેટે એક યુવકનું મોત નીપજતાં રેલ્વેના અધિકારીઓ સહિત રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. મૃતકની લાશને પોલીસે નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણની ડાઉન ટ્રેક પર માલગાડી પસાર થતાં એક યુવકનું ટ્રેનને અડફેટે આવી જતા મોત નિપજ્યું હતું. જેમાં યુવક ટ્રેનની અડફેટે આવી જતા શરીરના અલગ અલગ અંગો કપાઈ જતા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જી.આર.પી. અને આરપીએફ પોલીસને કરાતા પોલીસનો કાફલો તત્કાલિક ઘટના સ્થળે પ્લેટફોર્મ નંબર ત્રણ પર દોડી આવ્યો હતો અને ત્યારબાદ મૃતદેહના કપડાની તલાસી લેતા તેના ખિસ્સા માંથી આધારકાર્ડ મોબાઈલ પાસપોર્ટ ના ફોટા મળી આવ્યા હતા. જે પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં તપાસ કરવા માટે મોકલ્યા હતા. જેમાં મરનાર વ્યક્તિ સાહડાનો છે કે અન્ય ગામનો છે. તેની તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં આધારકાર્ડના સરનામા પ્રમાણે નલવાયા ખીમાભાઈ પરથીભાઈ સાહડા નલવાયા પ્રાથમિક દ્રષ્ટિએ હોવાનું જાણવા મળી રહ્યું છે. જે પોલીસ તપાસ બાદ બહાર આવશે પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.