પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં નવનિયુક્ત ઉછખ દ્વારા દાહોદ રેલવે સ્ટેશન નું નિરીક્ષણ

  • ડી.આર.એમ દ્વારા રેલવે સ્ટેશન તેમજ 9000 એચપી મેગા વોટના રેલવે પ્રોડક્શન યુનિટ ની મુલાકાત લીધી

દાહોદ,
રતલામ મંડળના નવ નિયુક્ત થયેલા ઉછખ દ્વારા નવા વર્ષના નવા દિવસોમાં મંડળના વિવિધ સ્ટેશનો ખાતે સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. જે અતર્ગત મળિ દ્વારા દાહોદ સ્ટેશન તેમજ રેલવે કારખાનાની મુલાકાત લીધી હતી. તેમજ નિર્માણાઘીન રેલવે પ્રોડક્શન યુનિટની મુલાકાત લઇ સ્થાનિક અધિકારી પાસે દરેક શાખાઓની ઝીણવટભરી માહિતી લઇ રેલવે તંત્રના જુદા જુદા વિભાગોમાં જઈ મંડળમાં વધુ સુવિધાઓ પુરી પાડવા ઉછખ દ્વારા રજેરજની માહિતી મેળવી હતી.

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી પૂર્વે રતલામ મંડળના તત્કાલીન ઉછખ વિનીત ગુપ્તાની વહીવટી કારણોસર બદલી કરી તેમની જગ્યાએ ભારતીય રેલવે સિગ્નલ તથા દૂરસંચાર એન્જિનિયરિંગ સેવાના 1990 બેચના અધિકારી રજનીશ કુમારની નવા ઉછખ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. રતલામ મંડળમાં નિયુક્તિ પામેલા નવનિયુક્ત રજનીશ કુમારે દિવાળી બાદ નવા વર્ષના નવા દિવસોમાં રતલામ મંડળના વિવિધ સ્ટેશનો પર નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. જે અંતર્ગત રજનીશ કુમાર આજરોજ પોતાના સ્પેશ્યલ સલુન વડે સવારે દાહોદ આવ્યા હતા. જ્યાં રેલવે તંત્રના તમામ વિભાગોના અધિકારીઓના કાફલા જોડે દાહોદ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં પાર્સલ ઓફિસ, સ્ટેશન ઓફિસ, ટિકિટ વિન્ડો, રીલે રૂમ તેમજ ગોદીરોડ તરફના ફૂટ ઓવર બ્રિજની મુલાકાત લઇ દાહોદ રેલવે સ્ટેશન ખાતે વિવિધ શાખાઓમાં વધુ સુવિધાયુક્ત કેવી રીતે બનાવી શકાય તે માટે અધિકારીઓ જોડે વિસ્તાર પૂર્વક ચર્ચાઓ કરી રજેરજની માહિતી મેળવી કેટલાક નિર્દેશો અને સૂચનો પણ કર્યા હતા. ત્યારબાદ પત્રકારો જોડે વાર્તાલાપમાં દાહોદ -કતવારા સેક્શન રેલવેની સેફટી ટીમ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ ચાલુ કરવાનું કીધું હતું. તેમજ બધી રોડની ટિકિટ બારી તથા બંધ પડેલી મેમુ ડેમો તેમજ વલસાડ ઇન્ટરસિટી જેવી ટ્રેનો ટ્રાફિકનું ભારણ તેમજ જરૂરિયાત થશે. ત્યારે ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ઉછખ નો કાફલો ઈલેક્ટ્રીક લોકોમોટીવ વર્કશોપ એટલે નિર્માણાધીન (9000 મેગા વોટના રેલવે પ્રોડક્શન યુનિટ )ની સાઈટ ખાતે પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ પરત સાંજના સમયે સલૂન મારફતે રતલામ જવા રવાના થયા હતા.