દાહોદ, દાહોદ શહેરના રેલ્વે કારખાના ખાતે એક વાનર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોવાની માહિતી દાહોદના પ્રકૃતિ મિત્ર મંડળને થતાં પ્રકૃતિ મિત્ર મંડળના સદસ્યો સ્થળ પર પહોંચી વાનરનું રેશ્ક્યુ કરી વાનરને પગના ભાગે થયેલ ઈજાની સારવાર કર્યા બાદ વાનરને પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ ખાતે પાંજરામાં રાખવામાં આવેલ છે.
રેલ્વે કારખાનામાંથી ગતરોજ સેફટી ઓફિસર દ્વારા ઘાયલ વાનર વિશે પ્રકૃતિ મિત્ર મંડળને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ જુઝરભાઈ બોરીવાલાની આગેવાની હેઠળ શાહિદ, આકાશ, વિમલ, જયેશ, હિમ્મત વિગેરેની ટીમે ત્યાં પહોંચી ઘાયલ વાનરને રેસ્ક્યુ કર્યો હતો અને અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે લાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ વન વિભાગને જાણ કર્યા બાદ કરૂણા અભિયાનના ડોક્ટર દિપકભાઈ ચાવડાને બોલાવતા તેઓ તરત મંડળના ભવન પર આવી વાનરને ચેક કરતા માલુમ પડ્યું કે તેના પગમાં જુનો તથા ગંભીર ઘા છે. ત્યાર બાદ તે મોડું ન કરતા તુરંત સારવાર કરી તેના પગ ઉપર સારવાર કર્યા હતા. હાલ વાનરને પ્રકૃતિ મિત્ર મંડળ ખાતે પાંજરામાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.