દાહોદ રેલ્વેમાં કોન્ટ્રાકટ બેજ ઉપર સફાઈ કામદારોના ખાતામાં બારોબાર પગાર ઉપાડી ઓછું વેતન આપતાં ઉચ્ચકક્ષાએ રજુઆત

દાહોદ,
દાહોદમાં રેલ્વેમાં ફરજ બજાવતાં કોન્ટ્રાક્ટર બેઝ પર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતાં કેટલાંક કર્મચારીઓને રેલ્વેમાં કોન્ટ્રાક્ટ લેનાર 3 જેટલા ઈસમોએ સફાઈ કામદારોના બેન્ક ખાતામાંથી બારોબાર પગારના નાણાં ઉપાડી લઈ સફાઈ કામદારોને તેમાંથી ઓછો પગાર આપતાં હોવાના આક્ષેપો સાથે આજરોજ રેલ્વે વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતાં કેટલાંક કર્મચારીઓ દ્વારા આ મામલે જિલ્લા લેબર કમિશ્ર્નર સહિત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર આપી રજુઆત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદમાં રેલ્વે વિભાગમાં કોન્ટ્રાક્ટર બેઝ પર સફાઈ કામગીરી કરતાં કેટલાંક કર્મચારીઓ દ્વારા જિલ્લા લેબર કમિશ્ર્નરને આપવામાં આવેલ આવેદનફત્રમાં જણાંવ્યાં અનુસાર, રેલ્વેમાં કોન્ટ્રાક્ટર લેનાર મિતેશભાઈ કડવાભાઈ નૈયા (રહેય સાત બંગલા, પરેલ, દાહોદ), સનાભાઈ વસનાભાઈ કિશોરી (રહે. છાપરી, દાહોદ) અને મગુલભાઈ પઠાણ (રહે. ઠક્કર ફળિયા, દાહોદ) નાઓએ સફાઈ કર્મચારીઓના બેન્ક પાસબુક, બેન્કના એટીએમ વિગેરે પોતાની પાસે રાખી જે સમયે સફાઈ કર્મચારીઓના પગાર બેન્કમાં જમા થાય ત્યારે સફાઈ કામદારોની મંજુરી વગર બેન્કમાંથી ઉપરોક્ત ત્રણેય જણા સફાઈ કામદારોના બેન્ક ખાતામાં તેઓના પગારના નાણાં બારોબાર ઉપાડી લેતાં હોય છે અને તેમાંથી સફાઈ કામદારોને રોકડ પગાર કરી ઓછો પગાર આપી સફાઈ કામદારોનું શોષ કરતાં હોવાના આક્ષેપો દાહોદમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કામગીરી કરતાં સફાઈ કામદારો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં છે.