દાહોદ રાબડાળ ગામે હાઈવે ઉપર ફોર વ્હીલ માંથી 44 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

દાહોદ, દાહોદ તાલુકાના રાબડાળ ગામે હાઈવે રોડ પરથી પોલીસે એક ઈકો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.44,448ના પ્રોહી જથ્થા ગાડીની કિંમત મળી કુલ રૂા.2,44,448નો મુદ્દામાલ કબજે કર્યાનું જ્યારે પોલીસને ચકમો આપી ગાડીનો ચાલક ફરાર થઈ ગયાનું જાણવા મળે છે.

ગત તા. 20મી મેના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે રાબડાળ ગામે દાહોદ અમદાવાદ ઈન્દૌર રોડ પર નાકાબંધી કરી આવતાં જતા તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ઈકો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી જ્યારે પોલીસને દુરથી જોઈ ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી મુકી નાસી જતાં પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.44,448 ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.2,44,448નો મુદ્દામાલ કબજે કરી દાહોદ તાલુકા પોલીસે ફરાર ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.